ભક્તિનગર પોલીસ સ્ટેશનની બહાર પતિ અને તેની પ્રેમિકાએ માર મારતા પત્નીએ ફિનાઇલ પીધું

  રાજકોટ શહેરમા પતિ – પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. ભકિતનગર પોલીસ સ્ટેશનની બહાર મહીલાને પતિ અને તેની પ્રેમીકાએ ઢીકાપાટુનો માર મારતા…

 

રાજકોટ શહેરમા પતિ – પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. ભકિતનગર પોલીસ સ્ટેશનની બહાર મહીલાને પતિ અને તેની પ્રેમીકાએ ઢીકાપાટુનો માર મારતા પોલીસ સ્ટેશનની બહાર ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ભકિતનગર પોલીસના સ્ટાફે ફરીયાદ નોંધી છે.

વધુ વિગતો મુજબ દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીમા રહેતા અફસાના બેન ઉર્ફે રૂકસાના બેન નદીમભાઇ મકવાણા નામના મહીલાએ પોતાની ફરીયાદમા પતિ નદીમ ગફાર મકવાણા અને તેની પ્રેમીકા આસ્તાના ઇમરાન મેતર (રહે. દેવપરા) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. આ મામલે ભકિતનગર પોલીસ તપાસ કરી રહી છે.

ત્યારે અફસાનાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમના લગ્નને 10 વર્ષ થયા છે અને સંતાનમા બે દિકરા અને એક દિકરી છે. આજથી દોઢ વર્ષ પહેલા પતિ નદીમને આસ્તાના મેતર સાથે અફેર હોય જેની ખબર પડી ગઇ હતી. તેમને ઘરના સભ્યોએ આ સબંધ તોડી નાખવા જણાવ્યુ હતુ આમ છતા પતિ આસ્તાના સાથે સબંધ રાખતો હતો.

આજે સાંજે ઘર નજીક સાસુ અને પોતે ઘરે હતા ત્યારે સસરા ગફારભાઇએ ઘરે આવીને કહયુ કે ઇરફાનનો કોલ આવ્યો હતો અને તેમણે કહયુ કે તમારો દિકરો નદીમ અને આસ્થાના બંને ખાજા એપાર્ટમેન્ટમાથી પકડાયો છે. હુ પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરવા જાઉ છુ તેવી વાત કરતા સસરાએ કરતા ત્યારબાદ બધા પોલીસ સ્ટેશને પહોંચતા પતિ નદીમ અને આસ્થાના બંને હાજર હતા તેઓએ અફસાના સાથે બોલાચાલી કરી અને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આસ્થાનાએ ફરીયાદ કરી હતી.

ત્યારબાદ બધા પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા ત્યારે આસ્થાનાએ બહાર આવી અફસાનાને માર માર્યો હતો અને કહયુ કે તારા પતિને હુ નહી મુકુ. ત્યારબાદ પતિ અને તેની પ્રેમિકા આસ્થાનાએ ધમકી આપી કે અમારા બંનેની વચ્ચે આવીશ તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ તેમણે ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાદમા અફસાનાબેનને લાગી આવતા તેમણે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે અફસાનાબેનની ફરીયાદ પરથી બંને સામે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *