શાપરમાં સાસુ સાથે ઝઘડો થતાં પુત્રવધૂનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
ગોંડલમાં રહેતી પરિણીતાએ ઘર ખર્ચના રૂપિયા માંગતાં પતિ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાથી માઠુ લાગતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં રહેતી વિદ્યાબેન ગુલાબભાઈ મારૂ નામની 30 વર્ષની પરિણીતાને ઘર ખર્ચના રૂપિયા મુદ્દે પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં શાપર-વેરાવળમાં રહેતી રિયાબેન મયુરભાઈ મકવાણા નામની 26 વર્ષની પરિણીતાને કામ મુદ્દે સાસુ ભાનુબેન સાથે બોલાચાલી થઈ હતી. જે અંગે રિયાબેનને માઠુ લાગી આવતાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
