ખંભાળિયા નજીકના મહત્ત્વના ગ્રામ્ય માર્ગની ખસ્તા હાલતથી વ્યાપક હાલાકી: ઉગ્ર રોષ

ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં મુખ્ય માર્ગથી શાળા તરફ જતો એક માર્ગ નવેસરથી બનાવવા માટે કાકરી પથરાયા બાદ અધૂરો મૂકી દેવાતા આ વિસ્તારના લોકો તેમજ શાળાના…

ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં મુખ્ય માર્ગથી શાળા તરફ જતો એક માર્ગ નવેસરથી બનાવવા માટે કાકરી પથરાયા બાદ અધૂરો મૂકી દેવાતા આ વિસ્તારના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ, વાહન ચાલકો વિગેરે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની વ્યાપક યાદો ઉઠવા પામી છે.

ખંભાળિયામાં પોરબંદર માર્ગ પર રામનગર ગ્રામ પંચાયત સ્થિત રામ મંદિરથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સુધીના આશરે દોઢેક કિલોમીટરના રસ્તાને નવેસરથી ડામર રોડ કરવા માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેને આશરે દોઢથી બે વર્ષ જેવો સમય વીત્યા છતાં આ રસ્તા પર કાંકરી નાખીને કોઈ કારણોસર કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. જેના કારણે આ વિસ્તારના રહીશ એવા ખેડૂત પરિવારો તેમજ શાળાએ જતા વાહન ચાલકો તથા સ્કૂલ બસ અને વાલીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાકરીવાળા આ રસ્તા પર જતા બળદગાડા તેમજ અન્ય પશુઓ પણ ચાલી શકતા નથી અને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે.

આવા રસ્તાના કારણે વાહનોમાં વધતા મેન્ટેનન્સ તેમજ નાના ટુ વ્હીલર મોટરસાયકલના અકસ્માતના પણ બનાવ અવારનવાર બને છે. આટલું જ નહીં, આ રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકર્તા બની રહે છે. ત્યારે આ પરિસ્થિતિમાં છેલ્લા લાંબા સમયથી ગ્રામજનો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ વિગેરેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, આ મુદ્દે લોકોમાં સાથે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

ઉપરોક્ત મુદ્દે સંબંધિત તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તેનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આ ગંભીર અને મહત્વના પ્રશ્ન અંગે તાકીદે પગલા લેવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તે મુદ્દે અહીંના જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *