ઉછીના લીધેલા 3.50 લાખ પરત કેમ કરીશ ? ચિંતામાં યુવાનનો આપઘાત

મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને મિત્રો પાસેથી ઉછીનાં લીધેલા રૂૂ.3.50 લાખની ચિંતામાં પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ હડાળા ગામ પાસે પોતાની…

મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને મિત્રો પાસેથી ઉછીનાં લીધેલા રૂૂ.3.50 લાખની ચિંતામાં પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ હડાળા ગામ પાસે પોતાની જાતે જવલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.

પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ રાજ રેસીડેન્સીમાં રહેતા પ્રિન્સ કિરણભાઈ ભંડેરી નામનો 21 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં હડાળા ગામ નજીક હતો. ત્યારે પોતાની જાતે થીનર છાંટી દીવાસળી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં પ્રિન્સ ભંડેરી મૂળ વાછકપર બેડી ગામનો વતની હતો અને હાલ તેના માતા-પિતા સાથે રાજ રેસીડેન્સીમાં રહી ઈમીટેશનનું કામ કરતો હતો. પ્રિન્સ ભંડેરીએ પોતાના ત્રણ મિત્રો પાસેથી રૂૂપિયા સાડા ત્રણ લાખ ઉછીનાં લીધા હતા તે રૂૂપિયાની ચિંતામાં પ્રિન્સ ભંડેરી પોતાના ઘરેથી બાઈક લઈને નીકળી ગયા બાદ હડાળા ગામ પાસે પહોંચી જાત ઝલાવી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે કુવાડવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *