એવું શું બન્યું કે ત્રીજા દેશની મઘ્યસ્થી કેમ સ્વીકારવી પડી? કોંગ્રેસ દ્વારા જાગૃતિ લાવવા પત્રિકા વિતરણ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 10:00 વાગે તાજેતરમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને કોંગ્રેસ સમિતિના શહેરના જાગનાથ પ્લોટ ખાતેના કાર્યાલયે તમામ આગેવાનો દ્વારા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ત્યારબાદ રાજકોટ શહેરના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજગુરુ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકારોને સંબોધતા રાજગુરુ એ સૌ પ્રથમ શહીદ વીર જવાનોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે દેશ પૂછે છે ભારતીયો જાણવા માંગે છે. લશ્કરના બહાદુરો તૈયાર હતા. શેના મજબૂત હતી તો દેશનો 56 ઇંચની છાતી ધરાવનાર ચોકીદાર કેમ પાછો પડ્યો? લશ્કર અને સેનાપતિઓ અને સેનાનો દરેક જવાન તૈયાર હતો દેશના દરેક નાગરિકો, આતંકવાદીઓએ કરેલા હુમલામાં મૃત્યુ પામેલા પરિવારજનો સાથે ઉભા હતા સમગ્ર દેશ સરકાર સાથે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એકદમ લીડર થઈને ઉભો હતો. પરંતુ અફસોસ કે દરેક લોકો તૈયાર હતા. દેશના દરેક લોકો કહેતા હતા કે પાકિસ્તાન બે ભાગલા કરી નાખો પરંતુ સરકારે શસ્ત્રો હેઠા જ મૂકી દીધા અને શસ્ત્ર વિરામ સ્વીકારી લીધું સિંદૂર ની વાત કરી દેશની લાગણી જીતી લીધી અને પાકિસ્તાનને જાણે કે પૃથ્વી પરથી ભુસી નાખવી હોય એ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું પરંતુ હકીકતમાં તો ત્યાંની ત્યાં જ રહી..
પ્રતિશોધ માટે ભારત દેશ એ કરેલા વળતા હુમલાઓમાં ફરીથી દેશના બીજા સેનાના જવાનો શહીદ થયા તેમના પરિવારો પણ રોષ પૂર્વક આખરી કાર્યવાહી કરવા માંગતા હતા પરંતુ એમણે તો શસ્ત્ર વિરામ સ્વીકાર્યો એનું દુ:ખ એ દરેક સહિત પરિવારોને છે. પહેલગામમાં જીવ ગુમાવેલ નિર્દોષ નાગરિકોને નિર્મમ રીતે હત્યા કરનારા આતંકવાદીઓ હજી પણ ભારત સરકારને મળ્યા નથી દેશમાં દુશ્મનો દેશના નાગરિકો અને જવાનોને મોતના મુખમાં હોમી રહ્યા છે આવી વિકટ પરિસ્થિતિમાં વડાપ્રધાન ચૂંટણીની રેલીઓમાં જવાનું અને ત્યાં જઈને સભાઓ કરવાનું કેવી રીતે યાદ આવે. ? આ પગલું કેટલું યોગ્ય એવું દેશ પૂછી રહ્યો છે એવું શું બન્યું કે ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારવી પડી ? એવું કઈ વાતનું દબાણ દેશ પર કરવામાં આવ્યું કે શસ્ત્ર વિરામ સ્વીકારવું પડ્યું એ દેશ જાણવા માંગે છે. પીઓકે મા વિજય નથી થયો છતાં બેશર્મી રીતે તિરંગા યાત્રા કાઢે દેશના વીર જવાનોનું અપમાન કરી મતોનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. શહેરના તમામ વોર્ડમાં યુદ્ધ વિરામ અંગે પત્રિકા વિતરણ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તમામ સતા શાસકોને છે વિપક્ષ પાસે કોઈ સત્તા છે નહીં અને સાચી વાત લોકો સમક્ષ શેરી ગલીમાં લઈ જવાશે. તેમ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને અતુલ રાજાણીએ જણાવ્યું હતુ.
