શહેરના રૈયા વિસ્તારમા આવેલા પરશુરામ મંદિર પાસે રહેતા યુવાનને દારુના ગુનામા નામ આપવા મામલે બે શખ્સોએ ફોન કરી ધમકી આપતા પોલીસમા એટ્રોસીટી એકટ અને ધમકી અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટના મામલે યુવકને ફોન કરનાર બંને શખ્સોની શોધખોળ કરવામા આવી રહી છે.
વધુ વિગતો મુજબ રૈયા વિસ્તારમા પરશુરામ મંદિર પાસે રહેતા ખુશાલ હમીરભાઇ મેરીયા (ઉ.વ. ર3) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ રૈયા ગામે આવેલા મુકિતધામની બાજુમા પાનની કેબીન ચલાવી વેપાર કરે છે. પોતાને 3 ભાઇઓ છે જેમા સૌથી મોટા જયદીપભાઇ છે. જેનુ પડધરી તાલુકાના ઢોકળીયા ગામે મર્ડર થઇ ગયુ હતુ તેનાથી નાનો પોતે અને તેનાથી નાનો રાહુલ છે તેમજ પિતા મનપામા કોન્ટ્રાકટ બેઝ પર ડ્રાઇવીંગ કરે છે. ખુશાલ પર અગાઉ દારૂનો ગુનો નોંધવામા આવ્યો હતો જેમા તે ર4 દારુની બોટલ સાથે પકડાયો હતો. જે દારૂ તેમણે મુકેશ વાણંદ (રહે. રૈયા ગામ) વાળા પાસેથી લીધો હોવાનુ પોલીસના નિવેદનમા જણાવ્યુ હતુ. જેથી તે દારુના ગુનામા છુટી ગયો હતો.
ગઇ તા 25 ના રોજ સાંજના સમયે ખુશાલભાઇ તેમજ તેમની જ્ઞાતીના દુરના સબંધી મહેશભાઇ પરમાર બંને ત્રંબા ગામ રહેતા સબંધી રાજુભાઇના ઘરે ગયા હતા અને રાજુભાઇના ઘરે હતા ત્યારે મુકેશનો કોલ આવ્યો હતો અને તેમણે કોલમા કહયુ કે હું દિવ્યરાજસિંહ બોલુ છુ. ત્યારબાદ મનફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો.
જેથી ઇંગ્લીશ દારુના કેસમા મારૂ નામ કેમ આપ્યુ તેમ કહી ઘરની બહાર નીકળતો નહીં કે રાજકોટમા દેખાઇસ તો તને મારી નાખીશ. તારે મારી ઉ5ર એટ્રોસીટીની ફરીયાદ કરવી હોય તો કરી નાખજે તેમ કહી અપમાનીત કર્યો હતો. ત્યારબાદખો ર6/12 ના રોજ પણ એક કોલ આવ્યો હતો જેમા સામાવાળા વ્યકિતએ હું દિવ્યરાજસિંહનો ભાઇ શકિતસિંહ બોલુ છુ. તે મારા ભાઇનુ નામ પોલીસમા કેમ આપ્યુ તેમ કહી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી બંને આરોપીને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.