મારી બહેનો સામે કેમ જુએ છે? યુવાનને ફડાકા ઝીંકી મોબાઇલ અને મોટર સાઈકલ લૂંટી લીધા

કોર્પોરેશન ચોકમાં લૂંટનો નવતર બનાવ, અજાણ્યા ત્રણ શખ્સોનું પરાક્રમ ગોકુલધામ નજીક આંબેડકર નગરમાં રહેતા સંજયકુમાર બિજલભાઈ પરમાર(ઉ.વ.50) ગઈ તાં.23ના રોજ મહાનગર પાલિકા ચોકથી આશાપુરા મંદિર…

કોર્પોરેશન ચોકમાં લૂંટનો નવતર બનાવ, અજાણ્યા ત્રણ શખ્સોનું પરાક્રમ

ગોકુલધામ નજીક આંબેડકર નગરમાં રહેતા સંજયકુમાર બિજલભાઈ પરમાર(ઉ.વ.50) ગઈ તાં.23ના રોજ મહાનગર પાલિકા ચોકથી આશાપુરા મંદિર તરફ જતા રસ્તે મોબાઈલ પર વાત કરતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા બાદ તું મારી બેન સામે કેમ જોવે છે ચાલ પોલીસ સ્ટેશને તેમ કહી ફડાકા ઝીંકી તેમની પાસેથી મોબાઈલ અને બાઈકની લૂંટ કરી ત્રણેય ફરાર થઇ ગયા હતા.આ અંગે એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેઝના આધારે તપાસ શરૂૂ કરી છે.

ગઈ તા.23/01 ના રાત્રિના સાડા નવેક વાગ્યાની આસપાસ હું મારા ઘરેથી મારી માલીકીનું બાઈક લઈને ઢેબર ચોક પાસે લાખાજીરાજ રોડ પ2 આવેલ રાજસ્થાનીની લારીએ બરી ખાવા માટે આવેલ હતો, બરી ખાધા બાદ રાત્રીના હુ મારા મિત્ર કુલદિપ ભાઈ સાથે ફોનમાં વાત કરવા માટે લારીથી થોડે આગળ મારૂૂ બાઇક પાર્ક કરેલ હતુ ત્યા બાઇક પર બેસીને ફોન પર વાત કરતો હતો અને મારી સામેની બાજુના ખુણામાં ત્રણ સ્ત્રીઓ ઉભી હતી ત્યારે લાખાજીરાજ રોડ સાંગણવા ચોક તરફથી એક બાઈક આવેલ અને મારી બાજુમાં ઉભુ રાખી દિધેલ જેના ઉપર ત્રણ અજાણ્યા વ્યક્તિઓ સવાર હતા જેમાથી એક નિચે ઉતરીને મને કહેવા લાગેલ કે તારી સામે મારી બહેનો ઉભી છે તુ એમની સામે કેમ જુએ છે? મે તે વ્યક્તિને કહેલ કે હુ તે સ્ત્રી ઓને ઓળખતો નથી અને તેમની સામે પણ જોતો નથી.

તે વ્યક્તિએ મને ત્રણ જાપટો મારેલ અને મને કહેલ કે ચાલ આપણે પોલીસ સ્ટેશન ખાતે જઇએ નો મે તેમને હા પાડેલ તેથી તે મો.સા.મા વચ્ચે બેસેલો વ્યક્તિ નીચે ઉતરીને મારૂૂ બાઈક ચલાવવા માટે મારા બાઈકમા આગળ બેસી ગયેલ અને મને પાછળ બેસવાનુ કહેલ જેથી હું પાછળ બેસી ગયો અને તેમાથી બીજા બે માણસો તેનુ બાઈક લઇને અમારી સાથે આવેલ અને આર.એમ.સી. ચોક પાસે આશાપુરા રોડ તરફ જતા નોબલ ઇલેક્ટ્રીકની બાજુમા પહોંચીને બન્ને બાઈક ઉભા રાખ્યા હતા.

મારા બાઈકની ચાવી કાઢીને મને ઉતારી દઈ નીચે પાડી દઈ એક માણસ મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને તે વખતે બીજા બે માણસો પણ તેના બાઈકમાથી ઉતરીને મને કહેવા લાગ્યા કે તારા ફોનમાથી ગુગલ પે દ્વારા પૈસા આપી દે તો તને જવા દઈશું.મે તેને પૈસા આપવાની ના પાડતા તે બેમાંથી એકે મારો મોબાઈલ ફોન ઝુટવી લીધો અને આ ત્રણેય અજાણ્યા માણસો મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ જેથી હું ત્યાથી બસ સ્ટેશન પાછળ તરફ દોડીને જતો રહેલ અને ત્યાથી રીક્ષા કરાવીને મારા ઘરે જતો રહયો હતો અને એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે પીએસઆઇ મહંત તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *