સિટી બસ ખોટ કેમ કરે છે? કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી

તકલાદી ઈલેક્ટ્રિક બસ મુદ્દે એજન્સીને કરેલ દંડની રકમ જાહેર કરોની રજૂઆત સાથે કમિશનરના ટેબલ પર રમકડાંની બસો દોડાવી વિરોધ ઈન્દિરા સર્કલ ખાતે સીટીબસ દુર્ઘટના બાદ…

તકલાદી ઈલેક્ટ્રિક બસ મુદ્દે એજન્સીને કરેલ દંડની રકમ જાહેર કરોની રજૂઆત સાથે કમિશનરના ટેબલ પર રમકડાંની બસો દોડાવી વિરોધ

ઈન્દિરા સર્કલ ખાતે સીટીબસ દુર્ઘટના બાદ કોંગ્રેસ ડ્રાઈવર તેમજ એજન્સીની અને અધિકારીઓની જવાબદારી સહિતના મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેવી જ રીતે હાલમાં હીટવેવના કારણે અનેક ઈલેક્ટ્રીક બસ બંધ થઈ જતાં મનપાને કરોડો રૂપિયાની ફોલ્ટ વાળી બસ પધરાવી દેવામાં આવી છે. તે સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે રમકડાની બસો લઈ મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ ઉપર બસ દોડાવતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. છતાં કોંગ્રેસે એજન્સીને કેટલો દંડ કરવામાં આવ્યો છે તે સહિતની વિગત જાહેર કરવાની માંગ સાથે આવેદન પાઠવ્યું હતું.

કોંગ્રેસે રજૂઆત સાથે જણાવેલ કે, સીટી બસ બાબતે અગાઉ કમિશનરને આવેદનપત્ર અપાયા બાદ તેનો કોઈ યોગ્ય હકારાત્મક કે નકારાત્મક જવાબ ન મળતા આજરોજ કોંગ્રેસના આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની આગેવાની હેઠળ કોંગ્રેસના 50 જેટલા આગેવાનો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ઘસી ગયા હતા અને ઉગ્ર સુત્રોચાર કરી ન્યાય આપો ન્યાય આપો પીળીતોને ન્યાય આપો, ભાજપનો ભ્રષ્ટાચાર બંધ કરો, સીટી બસમાં ચાલતી ખોટ અંગે ભ્રષ્ટાચારીઓને કડક સજા કરો સહિતના સૂત્રો સાથે કમિશનર કચેરી ગજવી મૂકી હતી અને કમિશનરને આવેદનપત્ર ની સાથે રમકડાની બસો અર્પણ કરી કમિશનરના ટેબલે બસો મુકતા પોલીસની કમાન છટકી હતી પોલીસ સાથે ઝપાઝપી થઈ છતાં કમિશનરના ટેબલે બસો ફરતી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, સંજયભાઈ અજુડીયા, રાજદીપસિંહ જાડેજા, દીપ્તિબેન સોલંકી, ડી પી મકવાણા ,વિજયસિંહ જાડેજા, શાંતાબેન મકવાણા, નાગજીભાઈ વિરાણી, મનીષાબા વાળા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, મીનાબેન જાદવ, યૂનુશભાઈ જુણેજા, ગજેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઈ વાળા, અજીતભાઈ વાંક, રાવલ, કનુભાઈ રોજાસરા, દીપકભાઈ પરમાર, લાખાભાઈ ઊંઘાડ, જીતુભાઈ ઠાકર, ગોપાલભાઇ અનડકટ, જેન્તીભાઈ હિરપરા, જલ્પેશ વાઘેલા, જીગ્નેશ બોરડ, રવજીભાઈ ખીમસુરીયા, દિલીપભાઈ આસવાણી, ચિંતનભાઈ દવે, જીગ્નેશ પાટડીયા, રાજુ આમરણીયા, મયુરસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઈલેક્ટ્રીક સીટીબસ મુદદ્દે કોંગ્રેસે આજે કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી જણાવેલ કે, રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે સીટી બસની દુર્ઘટના બાદ સીટી બસ નું તંત્ર વામણું અને માયકાગલુ થઈ ગયું છે.

ડ્રાઇવરોની હડતાલ અને ગરમીને કારણે બંધ કરાયેલી સીટી બસોને કારણે શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે. અમારી જાણ મુજબ શહેરમાં 224 સીટી બસ તેમાં સીએનજી શો અને ઇલેક્ટ્રીક 124 બસો નિયમિત દોડતી હતી અને વર્ષ 2022-23 માં 17 કરોડ વર્ષ 20023-24 માં રૂૂપિયા 20 કરોડ અને વર્ષ 2024-25 માં 28.38 કરોડની ખોટ દર્શાવે છે. દિલ્હીની કંપની PMI ની બસો છે. અને કોન્ટ્રાક્ટ પણ તે કંપની ધરાવે છે. પરંતુ પેટા કોન્ટ્રાક્ટમાં ભાજપના મળતીયાઓ અને શહેરમાં વિશ્વમ કંપની અને BRTS પર નારાયણ કંપનીનો કોન્ટ્રાકટ હોવાનું જાણવા મળેલ છે તો આ કોન્ટ્રાક્ટરની કાયદેસરતા કેટલી ? હાલ અમોને મળેલ માહિતી મુજબ શહેરમાં 126 સીટી બસો બંધ છે. તો આ બંધ પડેલી સીટી બસો ક્યારે શરૂૂ કરવામાં આવશે તેની તંત્ર જાહેર જનતા સમક્ષ પ્રેસના માધ્યમથી જાણ કરે. અગાઉ બ્લુ રંગની ડીઝલ બસો બંધ કરીને સવા કરોડની એક એવી 234 બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેમાં ઇલેક્ટ્રીક CNG અને BRTS બસ સમાવિષ્ટ થાય છે જોકે ગરમીને કારણે એક બાદ એક 126 સીટી બસો બંધ છે.

કોંગ્રેસે રજૂઆતમાં જણાવેલ કે, હાલ શહેરમાં સીટી બસો માં ટ્રાફિક હોવા છતાં આટલી મોટી ખોટ કરતી હોય ત્યારે તપાસ થવી જોઈએ કે ખોટ કયા કારણોસર થઈ રહી છે. અમારી માંગ છે કે જે બસો ગરમ થઈ અને બંધ પડી છે તે તમામ રીપ્લેસમેન્ટ થવી જોઈએ અને તેને બદલે નવી બસો મુકાવી જોઈએ. ગત ઉનાળામાં બસો ચાલુ હતી તો આ ઉનાળે બંધ કેમ થઈ ? કયારેક ડ્રાઇવરોની હડતાલ અને ક્યારેક ટેકનિકલ ફોલ્ટને કારણે બંધ તો એજન્સીને પેનલ્ટી કેમ નહીં ? ઓવર હીટીંગ નું કારણ તાપમાન કે બીજો કોઈ ફોલ્ટ ? કંગાળ સેવા બદલ એજન્સીને બ્લેકલિસ્ટ શા માટે નથી કરાતી ? જુલાઈ 2022 માં વિશ્વમ સીટી બસ સાથે કોન્ટ્રાક્ટ બાદ અનેક નોટિસો છતાં કડક પગલાં નહીં એજન્સીને આપેલ નોટિસો અને કરવામાં આવેલી પેનલ્ટી ની માહિતી આપશો.

એજન્સીને રાજકીય પીઠબળ હોવાથી બ્લેકલીસ્ટ ન કરાતી હોવાના આક્ષેપ
સીટીબસ દૂર્ઘટના બાદ કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. દિલ્હીની કંપનીની બસ છે અને તેમજ કોન્ટ્રાક્ટ પણ આ કંપની ધરાવે છે પરંતુ પેટા કોન્ટ્રાક્ટમાં ભાજપના મળતિયાઓ અને વિશ્ર્વમ કંપનીતેમજ નારાયણ કંપનીનો કોન્ટ્રાક્ટ હોવાનું જાણવા મળેલ છે. ત્યારે હિટવેવના કારણે અનેક બસો બંધ થવી ત્યારે ડ્રાયવરોની હડતાલ તો ક્યારેક ટેક્નિકલ ફોલ્ટ સહિતના બહાના હેઠળ બસ સેવા સતત ખોરવાતી રહી છે. શહેરીજનો માટે અગત્યની સેવા ખોરવાતી હોવા છતાં મનપા દ્વારા એજન્સી વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આથી ખોટનો ધંધો કરતી સીટીબસ સેવાની તપાસની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તેમજ એજન્સીને રાજકીય પીઠબળ હોવાથી બ્લેક લીસ્ટ કરવામાં આવતી નથી. તેવા આક્ષેપો કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *