રાજકોટની મહિલા તબીબને જેતપુરમાં રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ મેણાંટોણાં મારી ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગર્ભાવસ્થા સમયે પતિએ મહિલા તબીબને આ બાળક કોનું છે?’ કહી સિતમ ગુજાર્યો, સાસુ-સસરાએ ઢોરમાર મારતા પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ બનાવમાં સહકાર મેઈન રોડ પરની સાધના સોસાયટીમાં એક વર્ષથી માવતરે એતી મહિલા તબીબ અંજલિબેન અગ્રાવતે (ઉં.વ.29) નામની પરિણીતાએ પોલીસમાં જેતપુર અગ્રાવત ક્લિનિક’ પટેલ સમાજની વાડી પાસે રહેતા પતિ માધવ અગ્રાવત, સાસુ શોભનાબેન અગ્રાવત અને સસરા મહેશ ચત્રભુજભાઈ અગ્રાવત સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન ફેબ્રુઆરી 2022માં જેતપુરના રહેવાસી માધવ મહેશભાઈ અગ્રાવત સાથે થયા હતા.
લગ્નના ચાર-પાંચ મહિના સુખરૂૂપ વિત્યા બાદ સાસરિયાંઓએ અસલી રંગ બતાવવાનું શરૂૂ કર્યું હતું. સાસરિયાં દ્વારા ઘરકામ અને ઘરખર્ચ જેવી બાબતોમાં તેને અપશબ્દો બોલી મેણાંટોણાં મારવામાં આવતા હતા. તેમના પતિ માધવને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હતા, જે અંગે પૂછપરછ કરતા પતિ તેની સાથે ઝઘડો કરી મારપીટ કરતો હતો. આટલું જ નહીં, પતિ દારૂૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને પત્ની પર ખોટી શંકા કરી સતત માનસિક ત્રાસ આપતો હતો.
પત્નીના મોબાઈલ પર કોનો ફોન આવે છે તેની વિગતો અને સ્ક્રીનશોટ્સ પણ તે મગાવતો હતો. જ્યારે અંજલિબેન ગર્ભવતી હતા ત્યારે તેમની તબિયત સારી ન હોવા છતાં સાસુ શોભનાબેન તેમની પાસે ઢોરની જેમ કામ કરાવતા હતા. નવમો મહિનો ચાલતો હતો ત્યારે પણ પતિએઆ બાળક કોનું છે’ તેવી શંકા કરી ઝઘડો કર્યો હતો.
ડિલિવરી બાદ પણ સાસુ-સસરાએ તેને શાંતિ લેવા દીધી નહોતી અને મેણાં મારી હેરાનગતિ ચાલુ રાખી હતી. પરિણીતા હોમિયોપેથી ક્લિનિક ચલાવતી હતી, પરંતુ તેની તમામ આવક સાસરિયાંઓ પડાવી લેતા હતા. પતિ તેના કબાટમાં અન્ય સ્ત્રીઓના ફોટા રાખતો અને પત્નીને તે ખાનાને અડવાની પણ મનાઈ હતી. આખરે ત્રાસ સહન ન થતા પરિણીતા પિતાના ઘરે પરત ફરી હતી. પોલીસે પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
