અકસ્માત નોતરતા ‘ઓવરલોડેડ’ વાહનો સામે કાર્યવાહી કયારે ?

રાજકોટ શહેરનાં મુખ્ય માર્ગો પર ફરતા ઓવરલોડેડ વાહનો ગમે ત્યારે અકસ્માતને નોતરુ આપી શકે છે. જેમા વજન કરતા વધારે માત્રામા સામાન ભરેલા વાહનો રોડ પરથી…

રાજકોટ શહેરનાં મુખ્ય માર્ગો પર ફરતા ઓવરલોડેડ વાહનો ગમે ત્યારે અકસ્માતને નોતરુ આપી શકે છે. જેમા વજન કરતા વધારે માત્રામા સામાન ભરેલા વાહનો રોડ પરથી પસાર થાય છે. ત્યારે આવા વાહનો ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે છે . જેનો ભોગ નાના વાહનનાં ચાલકો બની શકે છે .

ત્યારે રાજકોટ ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્ટ નજીક એક ટ્રકમા ઓવરલોડેડ માલ ભરેલો હતો. આ ટ્રક એક તરફ નમી ગયેલી હાલતમા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામા વાયરલ થયો હતો. ટ્રકમાં સમાતા સામાન કરતા પણ વધારે વજન ભરી ચાલકો રસ્તા પર વાહન લઈને નિકળે છે. આવા ઓવરલોડેડ ભરેલા અને આડેધડ ચાલતા માલ વાહક વાહન ચાલકો સામે ટ્રાફીક પોલીસ કયારે કાર્યવાહી કરશે ? તેવા સવાલો લોકોમા ચર્ચાઇ રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *