મોબાઇલમાં મશગુલ પત્નીએ જમવાનું ન પીરસ્યું તો પતિએ મોબાઇલ તોડી નાખ્યો, પત્નીનો આપઘાત

  માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામમાં એક દુ:ખદ ઘટના બની છે. જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીનો મોબાઈલ તોડી નાખતા, પત્નીએ ગળાફાંસો…

 

માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામમાં એક દુ:ખદ ઘટના બની છે. જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીનો મોબાઈલ તોડી નાખતા, પત્નીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ખાખરેચી ગામની સીમમાં આવેલા એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા નેત્રસિંહ રામપ્રતાપસિંહ ગોડ (ઉં.વ. 25) અને તેમના પત્ની રાખીસિંહ ગોડ (ઉં.વ. 19) વચ્ચે આ ઘટના બની હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નેત્રસિંહે તેમની પત્ની રાખીસિંહને બે-ત્રણ વખત જમવાનું પીરસવા કહ્યું હતું. જોકે, રાખીસિંહ મોબાઈલમાં વ્યસ્ત હોવાથી તેમણે જમવાનું પીરસ્યું ન હતું. આ બાબતે પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.

ગુસ્સામાં આવીને નેત્રસિંહે રાખીસિંહના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને તોડી નાખ્યો હતો. આ ઝઘડા અને મોબાઈલ તોડી નાખવાની ઘટનાથી રાખીસિંહને મનોમન લાગી આવતા તેમણે લેબર ક્વાર્ટરની અંદર લોખંડની એંગલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ નેત્રસિંહે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *