ચૂંટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ-કિતાબ મગાયો, ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે
ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી ફરિયાદો ઉઠવા પામી છે. અને સરકાર સુધી આ મુદો પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી રોજે રોજના કામની વિગતો મેળવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચૂટાયેલા સેવકો નિષ્ક્રીય થઇ ગયા હોવાની પણ ફરિયાદો સરકારી સુધી પહોંચતા અધિકારીઓ બાદ હવે મહાનગર પાલિકાના ચૂટાયેલા પ્રતિનિધીઓ પૈકી તમામ પદાધિકારીઓ તેમજ ધારાસભ્યોને તેઓએ કરેલ આજ સુધીની કામગીરીનો હિસાબ આપવા માટે ગાંધીનગરથી હુકમ થતા કાફલો બપોરે ગાંધીનગર જવા માટે રવાના થયો હવાનુ જાણવા મળેલ છે. સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રીએ સમય ફાળવેલ છે. તેમજ રાજ્યની અન્ય મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ ધારાસભ્યોને અલગ અલગ સમય ફાળવી બોલાવવામાં આવ્યા હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
રાજ્યમાં પડેલા વરસાદના પગલે રોડ રસ્તાઓનો કચરધાણ નીકળી ગયો છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રષ્ટાચારાના કારણે રસ્તાઓ ધોવાય ગયાની ફરિયાદો મોટા પ્રમાણમાં આવતા સરકાર સફાળી જાગી છે. અને તંત્રને મરમ્મતનું કામ યુદ્ધના ધોરણેશરૂ કરવાનુ આદેશ કરતા આજે મોટાભાગના વિસ્તારોમાં ખાડા બૂરવાની તેમજ ડામર રોડ સહિતની કામગીરી ચાલુ છે.
પરંતુ ચોમાસા દરમિયાન તાત્કાલીક ધોરણે પાણીનો નીકાલ તેમજ ખાડાઓ બૂરવાનુ કામ શરૂ ન કરાતા દેકારો બોલી ગયો હતો અને લોકો દ્વારા રસ્તા રોકો ચક્ાજામ સહિતના વિરોધ પ્રર્દશન કરી આવેદનો પાઠવવામાં આવતા તેમજ થોડા સમય બાદ અનેક મનપાની ચૂંટણીઓ યોજાવાની હોય પ્રજાનો રોષ ખાળવા સરકારે તોરીત પગલા લીધા છે અને રાજ્યમાં પ્રથમ વખત મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયતો નેશનલ હાઇવે ઓર્થોરીટી, માર્ગ મકાન વિભાગ અને કલેક્ટર વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓને ખાડાઓ પૂૂરાવા માટે આડે હાથ લીધા હતા પરીણામે હાલમાં તંત્ર દ્વારા દિવસ રાત મરમ્મતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે ચૂટાયેલા પ્રતિનિધીએ તેમજને મળતી ગ્રાન્ટમાંથી લોક હીતના કેટલા કામો કર્યા તેની વિગતો પણ મુખ્યમંત્રી દ્વારા માંગવામાં આવી છે. જેથી આજે રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ તથા ધારાસભ્યો સહિતનો કાફલો ગાંધીનગર જવા માટે રવાના થયો હતો.
ગાંધીનગર સીએમઓ ઓફિસ ખાતેથી ગઇકાલે આદેશ જારી થયેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકાઓના પાંચેય પદાધિકારીઓ તથા ચારેય ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ સહિતનાને આજે સાંજે ચાર વાગે મુખ્યમંત્રી સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્ય મુજબ રાજકોટ મહાનગરપાિેલકાનો કાફલો રાજકોટથી રવાના થઇ ગયો છે અને મુખ્યમંત્રી સમક્ષ આજ સુધી કરેલા વિકાસના કામો તેમજ લોકોની સમસ્યાનું નિવારણ કર્યાનો રીપોટ મુખ્યમંત્રીને આપશે જયારે ઘંટેશ્ર્વર સહિતની ટીપી સ્કીમો તેમજ સરકાર પાસે અગાઉ રજૂઆત કરવામાં આવેલા અલગ અલગ પ્રકારના પોઝેકટોની કાર્યવાહી કયા સુધી પહોંચી છે. તે અંગેને વિગત મેળવવામાં આવેશ પરંતુ મુખ્યમંત્રી સમક્ષ જર્જરિત બ્રિજ તેમજ ખાડા અંગેની કર્યા પ્રકારની વિગતો રજૂ થશે તે જાણવા મળેલ નથી છતા રાજ્યભરમાંથી ઉઠેલ ફરિયાદોના નિરાકણ અંગે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી તેમજ હાલમા ચાલતી કામગીરી સહિતનો રીપોટ સરકાર મેળવશે તેવુ લાગી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ શહેર પ્રમુખ અને તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે દોડાવ્યા છે. છેલ્લા બે સપ્તાહથી ઉઠેલી ફરિયાદો અને લોક રોષ ખાળવા માટે સરકારે હવે તમામ વિભાગના અધિકારીઓને ટકારીયા બાદ પ્રજાએ ચૂટીને મોકલેલા પ્રતિનિધીઓએ આજ સુધી શું ઉકાળ્યું તે જાણવા માટે અલગ અલગ સમય ફાળવી આજે બેઠક યોજી તમામ પાસેથી વિગતો મેળવવામાં આવશે જેથી રાજકોટના ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા તથા મેયર નયનાબેન પેઢડીયા, સ્ટે. ચેરમેન જયમીનભાઇ ઠાકર, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા અને શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે સહિતનો કાફલો આજે બપોરે ગાંધીનગર જવા રવાના થયો છે. જયા મુખ્યમંત્રી દ્વારા તેઓના કલાસ લેવામાં આવશે જેની સામે પદાધિકારીઓએ પણ સરકારમા અટકેલી અલગ અલગ પોઝેકટની ગ્રાન્ટ અંગે સવાલ પૂછવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
પદાધિકારીઓએ પણ યાદી તૈયાર કરી
મુખ્યમંત્રીએ આજે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્યો અને શહેર પ્રમુખ સહિતનાને કરેલા કામનો હિસાબ રજૂ કરવા બોલાવ્યા છે. જયા મુખ્યમંત્રી લોકોની ફરિયાદોના મુદે આ લોકોના કલાસ લેશે તેઉ ચર્ચા રહ્યુ છે. ત્યારે અગાઉથી આ બાબતની જાણકારી પદાધિકારીઓ પાસે હોય જ છે. જેના લીધે ગઇકાલે સીએમઓ માથી ગાંધીનગર હાજર થવાનો આદેશ આવતા પદાધિકારીઓએ પણ સરકારને પૂછવાના હોય તેવા પ્રશ્ર્નોની યાદી તૈયાર કરી હોવાનુ જાણવા મળેલ છે. આ યાદીમાં મુખ્યત્વે ઘંટેશ્ર્વર તેમજ અન્ય વિસ્તારોની ટીપી સ્કીમ અંગેની હાલની સ્થિતી તથા શહેરના વિસ્તારમાં વધારો થતા જકાત ગ્રાન્ટમાં કેટલો વધારો મળશે તેમજ નર્મદા કેનાલનુ કામ શરૂ થાય તે પહેલા મચ્છુ-1ડેમથી રાજકોટ માટેની નવી લાઇન નાખી પાણી વ્યવસ્થા કરવા તથા નર્મદા નિગમ સાથે પાણીનો ચાર્જ સહિતના નવા કરાર કરવા તથા મહાનગરપાલિકામાં વર્ગ-1 કર્મચારીઓની ભરતી કરવા માટે લાયકાતમાં સુધારા વધારા કરી સરકારમાં ઠરાવ રજૂકરવામાં આવેલ તે મંજૂર કરવો તેજમ ક્ધવેન્શન સેન્ટરનું આયોજન કરવુ અને અલગ અલગ પોજેકટો માટે માંગવામાં આવેલ ગ્રાન્ટ કયારે મળવા પાત્ર છે. તે સહિતના પ્રશ્ર્નોની યાદી મુખ્યમંત્રીને આપવમાં આવશે તેમ જાણવા મળેલ છે.
લોકજુવાળ ઉભો થતા સરકારની ઉંઘ ઉડી
ચોમાસા દરમિયાન થયેલ ખાના ખરાબીએ પ્રજા અને સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. રોડ રસ્તા તેમજ જર્જરિત પૂલો મુદે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠેરઠાર વિરોધ શરૂ થતા ભાજપના સતાધીશોમાં ચીંતા વ્યાપી ગઇ છે. આ લોકો જુવાળ શાંત કરવા માટે ગાંધીનગરથી આદેશ જારી થયા છે. છેલ્લા એક સપ્તાહથી ખુદ મુખ્યમંત્રી દરરોજ વીડિયો કોન્ફરન્સ મારફતે તંત્ર પાસેથી લોકોની સમસ્યા હલ કરવા માટે થયેલા કામો તેમજ કરવાના થતા કામો અંગેનો રીપોટ લઇ રહ્યા છે અને દિવસ રાત કામગીરી ચાલુ રહે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. વિસાવદર ખાતે આપના ઉમેદવારનો વિજય થતા અને અનેક ગામો તેમજ તાલુકાઓમાં લોકો હવે વિસાવદર વાળી કરવી છે. તેવી ચર્ચા સાથે સરકાર સામે મેદાને પડતા સરકારની ઉંઘ ઉડી ગઇ છે અને તંત્ર પણ દોડવા લાગ્યુ હોય તેવુ લાગી રહ્યું છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે કાર્યવાહી કેમ નહીં ?
રાજ્યભરમાં હાલ રોડ રસ્તા સહિતના મુદે દેકારો બોલી ગયો છે. જેના લીધે સતાધારી પક્ષ અને વિભાગીય અધિકારીઓને જવાબ દેવો ભારે પડી રહ્યો છે. ત્યારે પ્રજાના એક સવાલ ઉભો થયો છે કે, પ્રજાના કરોડો રૂપિાયનું આધણ કર્યા પછી પ્રજાના મતથી ચૂટાયેલા કોર્પોરેટરો ચૂટાયાબાદ પાંચ વર્ષ સુધી તેમના વિસ્તારોમાં ફરકતા નથી કોઇ મુદે ભારે ઉહાપો બોલે ત્યારે તેઓ લોકોનો ગુસ્સો શાંત કરવા અને જસ ખાટવા માટે પહોંચી જાય છે. પરંતુ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં મનપાના અનેક અધિકારીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમનો ગુનો હજૂ સાબીત થયો નથી છતાં છેલ્લા એક વર્ષથી આ અધિકારીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે પ્રજાના પૈસે જલસા કરતા પદાધિકારીઓ અને તમામ કોર્પોરેટરો કે જેઓએ ચૂંટણી પહેલા લોકોને મોટામોટા વચનો આપી મત મેળવી લીધા હોય અને ચૂટાયા બાદ લોકોથી દુર ભાગતા હોય ત્યારે તેમના વિસ્તારોમાં રહેતા લોકોની ફરિયાદ હલ કરવાની જવાબદારી તેમની રહે છે. છતા આજ સુધીમાં તુટેલા રોડ રસ્તા હોય કે કોઇ પણ પ્રકારની લોકોની ફરિયાદો અન્વયે તેઓની વિરૂધ કયારેય પગલા લેવામાં આવતા નથી હવે સમય પાકી ગયો છે કે ચૂટાયેલા પ્રતિનીધીઓએ પણ પોતાની જવાબદારી ફિકસ કરવી પડશે અને જો તેમની બેદરકારી સાબીત થાયતો તેમના વિરૂધ પગલા લેવા નિયમો ધડવા પડશે
