રૈયાધાર પાસે રહેતા કૌશલભાઈ નીતીનભાઈ મકવાણા(ઉ.વ.22)એ પોલીસ ફરિયાદમાં ભાવેશભાઈ પ્રવીણભાઈ વોરા અને સચીનભાઈ પ્રવીણભાઈ વોરાનું નામ આપતા તેમના વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કૌશલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ તથા પત્નિ વંદનાબેન અને તેના પિતા નિતેનભાઈ તથા માતા છાયાબેન તથા ભાઈ નરેંદ્રભાઈ એમ સાથે રહીએ છીએ તેમજ આજથી આશરે પંદરેક દિવસ પહેલા કાકા બળવંતભાઈના જમાઈ રૂૂત્વીકભાઈ મકવાણા સાથે માથાકુટ કરનાર ભાવેશભાઈ વોરા તથા સચીનભાઈ વોરા એમ બંનેએ મોટા બાપુ દિનેશભાઈ ના ઘરમા ગયેલા અને ત્યા તોડ ફોડ કરેલ હોય જે બાબતે મે તેઓને ફોન કરેલો હતો કે તમે કેમ મારા મોટાબાપુ દિનેશભાઈના ઘરમા ગયા હતા અને તમારે જેની સાથે લપ હોય તેની સાથે કરો અમારા મોટાબાપુના ઘરે આવતા નહી.બાદમા જે તે સમયે તે મેટર બાબતે અમારે સમાધાન થઈ ગયું હતુ.
બાદમાં સવારના હુ તથા મારી પત્નિ વંદનાબેન એમ બંને અમારા ઘરે હતા ત્યારે ભાવેશભાઈ પ્રવીણભાઈ વોરા પોતાનુ વાહન બુલેટ જે નંબર પ્લેટ વગરની હતી તથા સચીનભાઈ પ્રવીણભાઈ વોરા તેની રીક્ષા લઈને મારા ઘરે આવેલા અને મારી સાથે આ બંને ભાઈ બોલાચાલી કરવા લાગ્યા કે, પંદરેક દિવસ પહેલા તે કેમ અમને ફોન કરીને તારા મોટા બાપુ દિનેશભાઈના ઘરમા અમો ગયેલા તે બાબતે ફોન કરેલો હતો.જેથી મે આ બંને ભાઈઓને કહેલ કે જે તે સમયે તે મેટર પુરી થઈ ગઈ હોય, સમાધાન થઈ ગયેલ હોય હવે તે વાતનુ શુ છે? તો આ બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયેલા અને મને કહેવા લાગ્યા કે, હવે તારી સાથે લપ કરવાની થાય છે અને તેમ કહીને આ બંને ભાઈઓ મને ગાળો આપવા લાગ્યા હતા અને મે ગાળો બોલવાની ના પાડતા બંને ભાઈ ઉશ્કેરાઈ ગયેલા અને આ ભાવેશભાઈ પાસે પાઈપ હોય તેમજ સચીનભાઈ પાસે પણ પ્લાસ્ટીકનો પાઈપ હોય જે લઈને આ બંને ભાઈઓ મનફાવે તેમ વાંસાના ભાગે પાઈપો વતી માર મારવા લાગ્યા હતા અને મને મુંઢ ઈજાઓ પહોંચાડેલી હતી.
