કાલ ભી ઉસકા ક્યા કરે, જો ભક્ત હો મહાકાલ કા

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આજે મધ્યપ્રદેશ ઉજ્જૈન ખાતે મહાકાલ જ્યોતિલિંગને દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે ભસ્મ આરતી બાદ મહાકાલેશ્ર્વરને અલૌકીક શૃંગાર કરાયો હતો.…

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આજે મધ્યપ્રદેશ ઉજ્જૈન ખાતે મહાકાલ જ્યોતિલિંગને દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે ભસ્મ આરતી બાદ મહાકાલેશ્ર્વરને અલૌકીક શૃંગાર કરાયો હતો. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો મહાદેવના દર્શન કરવા માટે ઊમટી પડ્યા હતા. શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ લાગી હતી.

ઉત્તર ભારતમાં કાવડિયાઓ નદીના જળ ભરીને શિવલીંગ પર અભિષેક કર્યા હતા અને ઓમ નમ: શિવાયના નાદ ગુંજી ઉઠયા હતા. ગુજરાતમાં 23 જુલાઇથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અને પહેલો સોમવાર 28 જુલાઇના રોજ આવશે આ વખતે શ્રાવણ મહિનામાં 4 સોમવાર આવશે. 4, 11 અને 18 ઓગસ્ટના રોજ શ્રાવણના સોમવારના વ્રત કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *