રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવા વિચારી રહ્યાની અટકળો
ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી કરી રહી છે. ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડે રોહિત શર્મા પાસે તેના ભવિષ્યની યોજનાઓ પર સ્પષ્ટતા માંગી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી રોહિત શર્માનું ભવિષ્ય નક્કી થશે. ભારતીય કેપ્ટન રોહિતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ભવિષ્ય વિશે અટકળોનું ખંડન કરતા કહ્યું કે, આવા સમયમાં તેના કરિયર વિશે વાત કરવી અપ્રાસંગિક છે. જ્યારે તેનું ધ્યાન ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર છે.
ભારત 19 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી ઇંગ્લેન્ડ સામેની ત્રણ વનડે સિરીઝ સાથે કરી છે. રોહિત શર્માએ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, જ્યારે ત્રણ વનડે અને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થનાર છે, તો મારા માટે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવવું કેટલું યોગ્ય છે. મારા ભવિષ્યને લઈને વર્ષોથી સમાચાર ચાલી રહ્યાં છે અને તે સમાચારો પર સ્પષ્ટિકરણ આપવા માટે હું અહીં નથી આવ્યો.
ભારતીય કેપ્ટને કહ્યું, મારા માટે ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચ અને ચેમ્પિયન્સ ટ્રોફી ઘણી મહત્વપૂર્ણ છે. મારુ ધ્યાન આ મેચ પર છે અને હું જોઈશ કે ત્યાર બાદ શું કરવું પડે છે. એવાં કોઈ શંકા નથી કે, તે નજીકના ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની વિચારી રહ્યો છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યાં છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડે તેની પાસે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભવિષ્યની યોજનાઓ વિશે જણાવવાનું કહ્યું છે.