સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વેસ્ટ ઝોન ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ (ભાઈઓ) સ્પર્ધાની આજથી ભવ્ય અને ઐતિહાસિક શરૂૂઆત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં પાંચ રાજ્યોની કુલ 154…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ (ભાઈઓ) સ્પર્ધાની આજથી ભવ્ય અને ઐતિહાસિક શરૂૂઆત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં પાંચ રાજ્યોની કુલ 154 યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે, જે ગુજરાત તેમજ વેસ્ટ ઝોન ક્રિકેટના ઈતિહાસમાં એક નવો કીર્તિમાન ગણાય છે.

આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનો શુભ આરંભ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સિટીના આદરણીય કુલપતિના વરદ હસ્તે ઉલાળી કરવામાં આવ્યો હતો. આજથી શરૂૂ થયેલી આ સ્પર્ધા દરમિયાન યુનિવર્સિટીના વિવિધ નવ જેટલા ગ્રાઉન્ડ પર દરરોજ 18થી વધુ મેચો યોજાઈ રહી છે.આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક નવી અને અભિનવ પહેલ કરવામાં આવી છે, જેમાં આ સ્પર્ધાની દરેક મેચનો લાઇવ સ્કોર સમગ્ર ભારતભરમાં પ્રસારિત થઈ રહ્યો છે. આ સ્પર્ધા તારીખ 8 સુધી ચાલશે અને તેમાં અંદાજે 3000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીમને મોસ્ટ ફેવરિટ તરીકે માનવામાં આવી રહી છે. ખેલાડીઓ માટે રહેવાની, જમવાની, પરિવહન તેમજ મેદાનની ઉત્તમ વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે.

આ સમગ્ર વેસ્ટ ઝોન ક્રિકેટ સ્પર્ધાનું સફળ સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના ઇન્ચાર્જ અને શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે શારીરિક શિક્ષણ વિભાગના 90થી વધુ અધ્યાપકો, અધિકારીઓ, અમ્પાયરો અને વોલન્ટિયરોની ટીમ સંકલિત રીતે કાર્ય કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *