મહાત્મા ગાંધી મ્યુઝિયમની 653 વિદેશી સહિત 3,75,242 લોકોએ લીધી મુલાકાત

1,07,861 બાળકો ગાંધીજીના જીવનના આદર્શો, જીવન ચરિત્રો, ઓડિયો નિહાળી અભિભૂત મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.…

1,07,861 બાળકો ગાંધીજીના જીવનના આદર્શો, જીવન ચરિત્રો, ઓડિયો નિહાળી અભિભૂત

મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન તા.30/09/2018નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તક અને લોકાર્પણ તા.01/10/2018ના રોજ કરાયું હતું. આજ સુધીમાં 2653 વિદેશી મુલાકાતીઓ, 1,07,861 બાળકો સહીત 3,75,242 મુલાકાતીઓએ મુલાકાત લઇ અભિભૂત થયા છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, ક્લોકરૂૂમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ, કોન્ફરન્સ રૂૂમ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે. દરરોજ રાત્રે 7 વાગ્યે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે. દર વર્ષે 26 મી જાન્યુઆરી, 30મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને 2જી ઓક્ટોબર નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે નિ:શુલક પ્રવેશ અપાય છે. આ અંગેની તમામ જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *