Sports
T-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરી
કેપ્ટન હીલી મેથ્યુઝની 85 રનની અણનમ ઈનિંગ
વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રણ મેચની ટી20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ મેચ જીતી લીધી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝે વળતો પ્રહાર કરીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે શ્રેણીની ત્રીજી ટી-20 ફાઈનલ તરીકે રમાશે. કેપ્ટન હીલી મેથ્યુઝે 180.85ના સ્ટ્રાઈક રેટથી 85 રનની ઈનિંગ રમીને વેસ્ટ ઈન્ડિઝને બીજી મેચ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી જબરદસ્ત બેટિંગ જોવા મળી હતી. 160ના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે માત્ર 15.4 ઓવરમાં જીત મેળવી લીધી હતી. આ દરમિયાન ટીમે માત્ર એક જ વિકેટ ગુમાવી હતી.
મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેમના માટે એકદમ યોગ્ય સાબિત થયો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 159/9 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 41 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા. આ સિવાય રિચા ઘોષે 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ માટે ચાર બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ રનઆઉટ થકી એક વિકેટ ગુમાવી હતી. ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝને કેપ્ટન હીલી મેથ્યુસ અને કિયાના જોસેફે સારી શરૂૂઆત અપાવી હતી.
બંનેએ પ્રથમ વિકેટ માટે 66 (40 બોલ) રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝને પહેલો ફટકો 7મી ઓવરમાં ત્યારે લાગ્યો જ્યારે કિયાના જોસેફ પેવેલિયન પરત ફરી. કિયાના જોસેફે 22 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 38 રન બનાવ્યા હતા. ત્યારબાદ શમાયન કેમ્પબેલે હીલી મેથ્યુસ સાથે મળીને બીજી વિકેટ માટે 94 (55 બોલ)ની અતૂટ ભાગીદારી કરી અને ટીમને વિજય અપાવ્યો. આ દરમિયાન, કેપ્ટન હિલી મેથ્યુઝે 47 બોલમાં 17 ચોગ્ગાની મદદથી 85 રન બનાવ્યા અને શમાઈન કેમ્પબેલે 26 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા.
Sports
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ડ્રો: સિરીઝ હવે બરાબર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પહેલી મેચ ભારતે જીતી અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરતા જીતી લેતા સિરીઝ 1-1ની બરાબર પર કરી. ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક બની અને આજે પાંચમા દિવસે ભારતે જીતવા માટે 275 રન કરવાના હતા. પરંતુ વરસાદ વિલન બન્યો અને ભારતના વિના વિકેટે 8 રનનો સ્કોર હતો ત્યારે જ રમત અટકાવી દેવાઈ અને ત્યારબાદ ડ્રોમાં પરિણમી. આમ ત્રણ ટેસ્ટ મેચ બાદ હવે સિરીઝ 1-1ની બરાબરી પર છે.
ભારતનો બીજો દાવ ચાલુ હતો ત્યારે મેચ પહેલા વરસાદના કારણે રોકવામાં આવી. ત્યારબાદ આ મેચને બંને કેપ્ટનોની મંજૂરી મળ્યા બાદ ડ્રો કરવાનો નિર્ણય લેવાયો. જ્યારે મેચ રોકવામાં આવી ત્યારે જયસ્વાલ 4 રન અને રાહુલ 4 રન સાથે રમતમાં હતા. ભારતીય ટીમે વિકેટ ગુમાવ્યા વગર 8 રન કર્યા હતા.
આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ 7 વિકેટ ગુમાવીને 89 રન કરી દાવ ડિક્લેર કર્યો. આમ અગાઉની લીડ સાથે ભારતને 275 રનનો ટાર્ગેટ જીતવા માટે મળ્યો હતો. જે તેણે 54 ઓવર્સ (મિનિમમ)માં પૂરો કરવાનો હતો. ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 260 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 445 રન કર્યા હતા.
Sports
ભારતના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ગાબા ટેસ્ટ પૂરી થતાં જ અશ્વિને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રવિચંદ્રન અશ્વિન ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ બોલરોમાંથી એક રહ્યો છે. આ પ્રવાસમાં તેને અત્યાર સુધી માત્ર એક જ મેચ રમવાની તક મળી છે. એડિલેડ બાદ તે ગાબા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. ગાબા ટેસ્ટ દરમિયાન અશ્વિન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો હતો. તેણે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગળે લગાવ્યા. અશ્વિને હેડ કોચ ગંભીર સાથે પણ લાંબા સમય સુધી વાત કરી અને પછી પ્રેસ કોન્ફરન્સમાં આવીને નિવૃત્તિની જાહેરાત કરી. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે અશ્વિન હવે ઓસ્ટ્રેલિયામાં નહીં રહે. તે ગુરુવારે ભારત પરત ફરશે.
આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી. તેના નામે 37 પાંચ વિકેટ છે અને તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને T20માં 72 વિકેટ લીધી હતી. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 765 વિકેટ ઝડપી હતી. અશ્વિને બેટ્સમેન તરીકે પણ પોતાની છાપ છોડી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેના 3503 રન છે અને તેણે કુલ 6 ટેસ્ટ સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી હતી.
38 વર્ષીય અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે કુલ 537 ટેસ્ટ વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ભારત માટે 37 વખત એક ઇનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. તે જ સમયે, તેણે સૌથી વધુ સંખ્યામાં પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ્સ (11 વખત) જીત્યા છે, જે મુરલીધરનની બરાબર છે. સ્પિનર તરીકે, તેનો બોલિંગ સ્ટ્રાઈક રેટ 50.7 (200+ વિકેટ) છે જે સૌથી વધુ છે. ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનો બોલિંગ રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો હતો. તમિલનાડુના આ સ્પિનરે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે સતત ટેસ્ટ ટીમમાં રહ્યો છે. અશ્વિને 106 ટેસ્ટ મેચમાં 24.00ની એવરેજથી 537 વિકેટ લીધી છે. આ દરમિયાન અશ્વિને 37 ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં 8 વખત 10 વિકેટ લીધી હતી. ઇનિંગ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 7/59નું છે. જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13/140 રહ્યું છે.
Sports
પૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદે
વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શો આ ટીમનો ભાગ નથી. મુંબઈએ પ્રથમ ત્રણ મેચ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે.પસંદગીકારોએ પ્રથમ ત્રણ મેચ માટે 17 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. ઓપનર પૃથ્વી શો આ ટીમ સાથે જોડાયો નથી. શો સૈયદ મુશ્તાક T20 ટૂર્નામેન્ટમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો, શક્ય છે કે તે જોયા બાદ તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હોય. અજિંક્ય રહાણે પણ પ્રથમ ત્રણ મેચ માટે મુંબઈની ટીમમાં સામેલ નથી. સૈયદ મુશ્તાક ટ્રોફીમાં અજિંક્ય રહાણે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. શ્રેયસ અય્યર વિજય હજારે ટ્રોફીમાં પણ મુંબઈનો કેપ્ટન રહેશે. વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂૂ થશે, મુંબઈ તેની પ્રથમ મેચ કર્ણાટક સામે રમશે.
પૃથ્વી શોની ફિટનેસ અને પ્રદર્શન સતત બગડી રહ્યું છે. શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી. આ ખેલાડીએ 21.88ની એવરેજથી માત્ર 197 રન બનાવ્યા. આ સિવાય તેની ફિટનેસ પણ ઘણી ખરાબ છે જેના કારણે તેને રણજી ટ્રોફીની વચ્ચે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ રહાણે શા માટે ટીમની બહાર છે તે બહાર આવ્યું નથી પરંતુ શક્ય છે કે તેને આરામ આપવામાં આવ્યો હોય.
મુંબઈની ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, જય બિસ્તા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, સિદ્ધેશ લાડ, હાર્દિક તામોર, પ્રસાદ પવાર, અથર્વ અંકોલેકર, તનુષ કોટિયન, શાર્દુલ ઠાકુર, જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ, જુનેદ ખાન, હર્ષ તન્ના, વિનાયક ભોઈર.
-
રાષ્ટ્રીય2 days ago
અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા
-
આંતરરાષ્ટ્રીય1 day ago
આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા
-
ગુજરાત2 days ago
યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન
-
ગુજરાત2 days ago
સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા
-
ગુજરાત2 days ago
દસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટર
-
ગુજરાત2 days ago
એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ