સામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યા

મોરબી રોડ જકાતનાકા પાસે માથાકૂટ દરમિયાન પોલીસ પહોંચતા બે શખ્સો કાર રેઢી મુકી નાસી છૂટ્યા નિમિશ ગોહેલ સાથે માથાકૂટ કરતા હતા પણ ફરિયાદ નોંધાવવા ઇન્કાર…

મોરબી રોડ જકાતનાકા પાસે માથાકૂટ દરમિયાન પોલીસ પહોંચતા બે શખ્સો કાર રેઢી મુકી નાસી છૂટ્યા

નિમિશ ગોહેલ સાથે માથાકૂટ કરતા હતા પણ ફરિયાદ નોંધાવવા ઇન્કાર કરતા પોલીસ ધંધે લાગી, નંબર પ્લેટ પણ ખોટી નીકળતા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ શહેરમાં મોરબી રોડ જકાતનાકા પાસે જાહેરમાં દેકારો થતો હોય અને મોટી માથાકૂટ થાય તે પહેલા જ પેટ્રોલમાં રહેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા જ ઓડી કારમાં આવેલા બે શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.આ ઘટનામાં ત્યાં પડેલી ઓડી કારની તલાશી લેતા તેમાંથી ધારિયા છરી અને 50 જેટલી સોડાની ખાલી બોટલ મળી આવી હતી અને આ બંને શખ્સો જેમની સાથે ઝઘડો કરી રહ્યા હતા તેમની પૂછપરછ કરતા તેમણે ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી.જેથી પોલીસે ફરિયાદી બની ભાગી ગયેલા બંને શખ્સો સામે ગુનો નોંધયો હતો.

વધુ વિગતો મુજબ,બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા સંદીપભાઇ દેવાયતભાઇ અવાડીયાની ફરિયાદ પરથી ઓડી કાર ના ચાલક હર્ષદીપ ખાચર અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.સંદીપભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.05/03ના રોજ રાત્રે પીઆઇ એસ.એસ.રાણે,વીજયભાઇ હુંબલ,હિતેષભાઇ કોઠીવાળ, સંજયભાઈ જળું, રવિ પાનસુરીયા, અજયભાઈ ખાંભરા અને ભરતભાઈ ગોગારા સહિતનો પોલીસ સ્ટાફના સ્ટેશન વિસ્તારમાં બોલેરો પોલીસ વાહનમાં પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન ફરતા ફરતા મોરબી રોડ જકાતનાકા પાસે પહોચતા રોડ ઉપર એક સીલ્વર કલરની ઓડી કાર પડેલ હોય અને જેની બાજુમા બે-ત્રણ શખ્સ ઉભેલ હોય અને જોરજોરથી દેકારો કરતા હોય અને જેમાથી એક શખ્સના હાથમા ધારીયુ હોય જેથી અમો ત્યા જતા બે શખ્સો ભાગી ગયેલ અને એક ત્યા જ ઉભેલ હોય જેઓનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ નૈમીશ ગોહેલ હોવાનુ જણાવતો હોય અને જેઓ સાથે હર્ષદીપ ખાચર તથા એક અજાણીયો ઇસમ ઝઘડો કરતા હોય જેથી આ નૈમીશ ગોહેલને પોલીસ મથક ખાતે લઇ આવ્યો હતો.ત્યા પડેલ સીલ્વર કલરની ઓડી કારGJ-01-RC-52 વાળીને લઇને વધુ તપાસ અર્થે લઇ આવી પોલીસ સ્ટેશનના પાર્કીંગમા રખાવેલ હોય તેમજ બાદ તા.06/03ના નૈમીશ ગોહેલ પો.સ્ટે ખાતે રૂૂબરૂૂ આવેલ હોય અને પોતાને સામાવાળા હર્ષદીપ ખાચર સાથે સમાધાનની વાતચીત ચાલુ હોય અને પોતે કોઇ ફરીયાદ કે અરજી કરવા માંગતા ન હોય તેવુ જણાવતા હોય જેથી તેઓને નીવેદન આપવા જણાવતા પોતે હાલ કોઇ નીવેદન આપવા માંગતા ન હોવાનુ જણાવ્યું હતું.

બાદમાં ઓડી કારને ખોલી તપાસ કરતા કારમાંથી પાછળની સીટમાથી બે ધારદાર ધારીયા તથા ત્રણ પ્લાસ્ટીકના હાથાવાળી સ્ટીલની ધારદાર છરીઓ મળી આવેલ હતી અને કારની ડેકી ખોલી જોતા તેમાથી બે પ્લાસ્ટિકના ગાલા હોય અને એક પ્લાસ્ટીકના ગાલામા 24 કાચની ખાલી બોટલ તથા બીજા પ્લાસ્ટીકના ગાલામાથી 24 કાચની ખાલી બોટલ એમ કુલ 48 કાચની ખાલી બોટલ મળી આવેલ હતી.તેમજ બે સરકાર માન્ય નંબર પ્લેટ હોય જે નંબર પ્લેટ જોતા તેમા GJ- 01 – RC- 2652 વાળી હોય જેથી એંજીન તથા ચેચીસ નંબર ઉપરથી ઇ ગુજકોપ મારફત ખરાઇ કરતા સદરહુ કારના સાચા નંબરGJ- 01 – RC- 2652 વાળા હોય આમ સદરહુ ઓડી કારમા આગળ પાછળ ખોટા નંબર લગાડેલ હોવાનુ જણાય આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *