શ્રીલંકા સિરીઝ પહેલાં હેડ કોચનો જવાબ
છેલ્લાં સવા વર્ષમાં ભારતે ઘરઆંગણે ટેસ્ટ-ક્રિકેટમાં સારું પર્ફોર્મ નથી કર્યું, પણ શ્રીલંકા પહોંચ્યા બાદ હેડ-કોચ ગૌતમ ગંભીર ટેસ્ટ સિરીઝની બાબતમાં સિરિયસ બન્યો છે અને કહ્યું છે કે ‘15મીએ ગોલમાં શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ-સિરીઝ શરૂૂ થતાં જ અમારી ટીમ બધાનો જવાબ આપવા માટે તૈયાર રહેશે.’
ગોલમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ 15મી ઑગસ્ટે શરૂૂ થશે. અહીં પ્રેક્ટિસ-સેશન પહેલાં ટીમને કરેલા ટૂંકા સંબોધનમાં ગંભીરએ નવા ખેલાડીઓ સ્પિન-ઑલરાઉન્ડર સારાંશ જૈન અને પેસ બોલર આકિબ નબીને માનભેર વેલકમ આપ્યું હતું. ગંભીરે બીસીસીઆઇ દ્વારા સોશ્યલ મીડિયામાં શેર કરવામાં આવેલા વીડિયોમાં કહ્યું છે, ‘અમારી સામે કઈ પરિસ્થિતિ છે અને કેવી જવાબદારીઓ અમારા પર છે એ વિશે અમે પૂર્ણપણે સજાગ છીએ. આપણા ખેલાડીઓ તમામ પ્રકારની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા કોઈ કસર બાકી નહીં રાખે.’
ગંભીરે એવું પણ કહ્યું કે ‘15મી ઑગસ્ટની સવારે અમે પ્રથમ બેટિંગ કરીશું કે બોલિંગ, અમે દરેક પ્રકારના જવાબ આપવા તૈયાર થઈ જઈશું. અમને જે પણ સવાલ કરવામાં આવ્યા છે એના જવાબ મળી જશે.’
