28થી વધુ લોકોના ભોગ લેનારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ વૈશ્વિક નેતાઓ પણ ખળભળી ઉઠ્યાં છે. રશિયન પ્રેસિડન્ટ પુતિન એવું કહ્યું કે ક્રૂર ગુનાઓને કોઈ સ્થાન નથી. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં, પુતિને શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આવા ક્રૂર ગુનાનું કોઈ સમર્થન નથી. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના દુ:ખદ પરિણામો પ્રત્યેની નિષ્ઠાવાન સંવેદના સ્વીકારો, જેના ભોગ બનેલા નાગરિકો વિવિધ દેશોના નાગરિકો હતા. આ ક્રૂર ગુનાનું કોઈ પણ રીતે કોઈ સમર્થન નથી. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેના આયોજકો અને ગુનેગારોને યોગ્ય સજાનો સામનો કરવો પડશે, પુતિને લખ્યું.
અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામ હુમલાની સખત શબ્દોમાં ટીકા કરતાં કહ્યું કે આતંકવાદ સામે ભારતની સાથે મજબૂતીથી ઊભા છીએ. કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. વડા પ્રધાન મોદી અને ભારતના અવિશ્વસનીય લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારા વિચારો તમારા બધા સાથે છે! તેમણે કહ્યું કે પીએમ મોદીને અમારો પૂરો સપોર્ટ છે.
ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડ઼ી વેન્સે પણ પહેલગામ હુમલા પર ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી અને આતંકવાદ સામે વધુ ઉગ્રતાથી કામ કરવાની ખાતરી આપી હતી.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દુખ વ્યક્ત કર્યું હતું, જેમાં અસંખ્ય જાનહાનિ થઈ હતી. તેમણે આતંકવાદ સામેની ભારતની લડાઈ માટે ઈઝરાયેલના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ઈઝરાયેલનું સમર્થન આપ્યું હતું.