અમારે ઘણો ખર્ચ થયો છે જો તું 20 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ, મહિલાને ધમકી

રૈયારોડ પર વીમાનગરમાં રહેતાં આબેદાબેન યારા હારૂૂનભાઈ અલાણા (ઉ.વ.55) અને તેના ભાઈ મહમદ સાજીદભાઈને અનવર અબ્દુલ કાદર દારૂૂવાલા તેના પુત્ર વાજીદ અને પુત્રી જીલેખાએ ફોનમાં…

રૈયારોડ પર વીમાનગરમાં રહેતાં આબેદાબેન યારા હારૂૂનભાઈ અલાણા (ઉ.વ.55) અને તેના ભાઈ મહમદ સાજીદભાઈને અનવર અબ્દુલ કાદર દારૂૂવાલા તેના પુત્ર વાજીદ અને પુત્રી જીલેખાએ ફોનમાં અને રૂૂબરૂૂ મળી તારા હિસાબે અમારે ઘણો ખર્ચો થયો છે’ કહીં પરાણે 20 લાખની માંગણી કરી ગાળો દઈ ધમકી આપ્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આબેદાબેને પોલીસને જણાવ્યું કે, તેના ભાઈ સાજીદના લગ્ન શહેનાઝ (રહે. રામનાથપરા) સાથે 2020માં થયા હતા. દંપતી વચ્ચે ઝઘડો થતા શહેનાઝ રીસામણે જતી રહી હતી. થોડા સમય બાદ શહેનાઝે તેના જમાતના લોકોને તેનો સામાન નહેરૂૂનગરમાં લેવા જવા માટે કહ્યું હતું. આથી તેને સામાન એક સાથે બધો લઈ કહ્યું હતું. આવવાનું જણાવતા તે પરિવારના સભ્યો સાથે નેહરૂૂનગરમાં સાજીદના ઘરે ગયા હતા. જ્યાં માથાકૂટ બાદ મારામારી થઈ હતી. આ સમયે આરોપી અનવરે તેનું સમાધાન કરી આપવાની વાત કરી હતી.

પરંતુ સમાધાનમાં અનવરે સામા પક્ષના લોકો સાથે ઝઘડો કર્યો હતો. જેમાં તેના ભાઈ સહિતની સામે ફરિયાદ નોંધાઈ હતી.જ્યારે તેને શહેનાઝ સાથે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું. આ માથાકૂટના હાલ કોર્ટમાં કેસ ચાલુ છે. દરમિયાન આરોપી અવારનવાર ખોટા ખર્ચા ગણાવીને તેના ભાઈ પાસેથી પૈસા લઈ જતો હતો.

2023માં આરોપી વાજીદે ખર્ચના 20 લાખ માંગતા તેને રૂૂા.2.11 લાખ આપવા છતાં 25-12-25નાં બંને આરોપી પિતા પુત્ર ફોન કરીને અને રૂૂબરૂૂ મળે ત્યારે 20 લાખ માંગતા હતા. તેને આપવાની ના પાડતાં આરોપીઓએ ગળો દઈ તુ વીસ લાખ નહીં આપે તો તને જાનથી મારી નાખીશ’ કહીં ધમકી આપતા હતા. ત્યારબાદ તેના ભાઈ સહિતની સામેનો કેસ પૂરો થઈ જતા તેના ભાઈને નિર્દોશ છોડ્યો હતો.જ્યારે આરોપીઓને પૈસા નહીં આપવાનું સમજાવવા છતા સમજતા ન હતા. તેનો ભાઈ તેના મિત્ર ફિરોઝ પાસે 7 લાખ માંગતો હોય તેની જાણ થતા આરોપીઓએ ફિરોઝને પણ ફોન કરી પૈસા તેને આપવા કહ્યું હતું. બીજી તરફ આરોપી અનવરની પુત્રી જીલેખાને પણ તેને ફોન કરી ફોનમાં ગાળાગાળી કરી ઝઘડો કરતા ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *