સાનિધ્ય ગ્રીન-અક્ષર પ્રાઇમ હાઇરાઇઝમાં પાણીચોરીનું કૌભાંડ

રાજકોટના પ્રાઇમ લોકેશન કે જ્યાં હાઇફાઇ પરિવાર રહે છે તેવા બિલ્ડિંગમાં મુખ્ય સપ્લાય લાઇનના વાલ્વમાં કારીગરી કરવી, ડાયરેક્ટ પમ્પિંગ કરવા સહિતના હથકંડા અજમાવીને થતી હતી…

રાજકોટના પ્રાઇમ લોકેશન કે જ્યાં હાઇફાઇ પરિવાર રહે છે તેવા બિલ્ડિંગમાં મુખ્ય સપ્લાય લાઇનના વાલ્વમાં કારીગરી કરવી, ડાયરેક્ટ પમ્પિંગ કરવા સહિતના હથકંડા અજમાવીને થતી હતી પાણીચોરી: બન્ને એપાર્ટમેન્ટના એસો.ને રૂપિયા એક-એક લાખનો દંડ

રાજકોટને પાણી પુરુ પાડતા ઘરઆંગણેના જળાશયોમાં ખાસ કરીને આજી ડેમ હાલની સ્થિતિએ તળિયાઝાટકની આરે આવી રહ્યો છે. ન્યારી ડેમમાં પણ કરકસર કરવી પડે તેવી હાલત વચ્ચે અનેક વિસ્તારોમાં પાણીના ધાંધિયા શરૂૂ થઇ ગયા છે. જ્યા મળે છે ત્યા પૂરતા ફોર્સથી આવતુ ન હોવાની પણ વ્યાપક ફરિયાદો વચ્ચે જરૂૂરિયાત પુરી કરવા માટે પાણીચોરીનું દુષણ પણ સાથે વધ્યુ છે.

એ દરમિયાન શહેરના પોશ અને હાઇફાઇ વિસ્તાર ગણાતા સ્પીડવેડ પાર્ટી પ્લોટ સાનિધ્ય ગ્રેન એપાર્ટમેન્ટ તેમજ કણકોટ પાટિયા પાસેની વગડ ચોકડી નજીક અક્ષર પ્રાઇમ એપાર્ટમેન્ટ નામના હાઇરાઇઝ બિલ્ડીંગમાં પાણીચોરીનું તોસ્તાન કૌભાંડ પકડાયુ હતુ. બન્ને એપાર્ટમેન્ટના એસોસિએશનને રૂૂ.એક-એક લાખનો દંડ ફટકારવામા આવ્યો છે. સપ્લાય લાઇન પરના વાલ્વને ઇચ્છા થાય ત્યારે ખોલીને પાણી ચોરી કરવા ઉપરાંત મોટર મુકીને પાણીચોરી થતી હોવાની પણ મળેલી માહિતીના આધારે પાણી વિતરણના સમયે જ ચેકીંગ ટીમ ત્રાટકી હતી.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીવાના પાણીના સમાન અને નિયમિત વિતરણને સુનિશ્ચિત કરવા માટે સતત મોનીટરીંગ અને ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત વોર્ડ નં. 11 વિસ્તારમાં આવેલ કેટલાક હાઇરાઇઝ રહેણાંક બિલ્ડીંગોની તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવી હતી. એવી માહિતી મળી હતી કે, સ્પીડવેડ પાર્ટી પ્લોટ સાનિધ્ય ગ્રેન એપાર્ટમેન્ટ તેમજ કણકોટ પાટિયા પાસેની વગડ ચોકડી નજીક અક્ષર પ્રાઇમ એપાર્ટમેન્ટ નામના હાઇરાઇઝ બિલ્ડીંગમાં પાણીચોરી થઇ રહી છે.

જેના આધારે લાઇન ચેક કરવામા આવતા મુખ્ય સપ્લાય લાઇનના વાલ્વમાં ચેડા કરી ઇચ્છા થાય ત્યારે ખોલી શકે તેવી કારીગરી કરી હતી. આ રીતે થતી પાણીચોરીને મનપાએ અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત બિલ્ડીંગોના એસોસિએશનને રૂૂ.એક-એક લાખનો દંડ અને સાથે પ્રમુખોને નોટિસ ફટકારી હતી. દંડની રકમ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવામાં ન આવે ત્યાં સુધી પાણી પુરવઠો પુન: શરૂૂ કરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.

મનપાની શહેરીજનોને કડક ચેતવણી, જરૂર પડ્યે ફોજદારી ગુનો દાખલ કરાશે
મનપાએ કડક ચેતવણી સાથે નાગરિકોને સ્પષ્ટપણે જણાવ્યુ છે કે પીવાના પાણીની લાઇન, વાલ્વ અથવા અન્ય કોઈપણ પાણી પુરવઠા સંબંધિત સાધનો સાથે અનધિકૃત ચેડાં કરવાં, પાણીની ચોરી કરવી અથવા મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થામાં અવરોધ ઊભો કરવો એ ગંભીર અને દંડનીય ગુનો છે. ભવિષ્યમાં શહેરના કોઈપણ વિસ્તારમાં આવી પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો સંબંધિત વ્યક્તિઓ, સોસાયટીઓ અથવા સંસ્થાઓ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાગુ કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂૂરી પડ્યે તો ફોજદારી ગુનો પણ દાખલ કરવામા આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *