મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન કનેક્શન કપાયા

મોરબીમાં આવેલા જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ…

મોરબીમાં આવેલા જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. છતાં નોટિસની અવગણ કરીને કોઈ કાર્યવાહી આસામી દ્વારા કરવામાં આવેલ નથી જેથી કરીને જર્જરિત બાંધકામના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી બિલ્ડીંગ શાખાએ કરી છે. અને અંદાજે 90 જર્જરિત મકનોના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા અને હવે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવેલ છે.

મોરબી મનપાની આ કાર્યવાહીના પરિણામે મિલકત માલિકો દ્વારા કાયદાનું ચુસ્ત પણે પાલન કરીને અંદાજે 80 જેટલી જોખમી મિલકતોને આસામીઓ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે. અને મનપાની ટિમ દ્વારા બાકી રહેલ જર્જરિત મિલકતો અંગે પણ નિયમસર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, તમામ મિલકત માલિકોએ મનપાની નોટિસનું તાત્કાલિક પાલન કરી સહકાર આપવો જરૂૂરી છે અને મોરબીમાં કોઈપણ જોખમી ઇમારતનો લોકોએ ઉપયોગ કરવો નહીં અને મનપામાંથી જરૂૂરી મંજૂરી લઇ તેને તોડી પાડવાની કાર્યવાહી કરવા માટે મનપાના અધિકારી જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *