જામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપ

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા જરૂૂરી જરૂૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા 1 લી નવેમ્બર ના શહેર ના અમુક વિસ્તારો માં પાણી વિતરણ…

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા જરૂૂરી જરૂૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા 1 લી નવેમ્બર ના શહેર ના અમુક વિસ્તારો માં પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.

તા.01/11/2025 અને શનિવાર રોજ જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ માં ફલોક મોડયુઅલ મા વર્જીન પી.વી.સી. એંગલ બદલાવવા નુ તેમજ રવિપાર્ક ની રાઈઝીંગ પાઈપ લાઈન પર એમ.ઈ.એસ. કેમ્પસ ની અંદર થી પસાર થતી હોય તેનુ લીકેજ રીપેરીંગ કરવાનુ હોવા થી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ માં શટડાઉન લેવાનુ છે. આથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ સંલગ્ન રવિપાર્ક, જ્ઞાનગંગા તથા ગોકુલનગર ઈ.એસ.આર. માં તા.01/11/2025 અને શનિવાર ના રોજ પાણી વિતરણ બંધ રહેશે.

રવિપાર્ક ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો યાદવનગર, ભકિતનગર, મહાદેવનગર, રાધેક્રિષ્ન પાર્ક, ડીફેન્સ કોલોની, વિશાલ પાર્ક, ગોકુલધામ, બાલજી 1,2 અને 3, નવી જુની ચાલી, આનંદ કોલોની, ભીંડાવાડી, પુરબીયાની વાડી, શીવ ટાઉનશીપ, તીરૂૂપતિ પાર્ક-2, રાધેક્રિષ્ન સોસાયટી, નિલકંઠ પાર્ક, દ્વારકાધીશ પાર્ક, તીરૂૂપતિ પાર્ક-1, સંગમ પાર્ક , પુષ્પક પાર્ક, યોગીપાર્ક, ઢીચડા ગામ વિગેરે વિસ્તારો તેમજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો ધોરીવાવ, શીવધારા-1,2,3,6,7, ખોડીયાર વીલા,શ્રીરાજપાર્ક, ખોડલગ્રીન્સ, જે જે કબીર, શ્રીજીપાર્ક, યોગીધામ, જયહરીપાર્ક, ઓમપાર્ક, જયોતીપાર્ક-1,2, ખોડલવીલા, જે જે જશોદાનાથ-1,2, ક્રિષ્નાપાર્ક, નીલગીરી વિગેરે તથા ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો નવાનગર, મુરલીધરનગર-1 થી 3, શીવનગર-2, શ્યામનગર, ખાખીનગર, રામનગર, સાયોના શેરી ડાબી બાજુ, નારાયણનગર, શ્રુતિપાર્ક, કૈલાશનગર, મોહનનગર, વિજયનગર, સીતારામ, સોહમનગર, બાલમુકુંદ સોસાયટી, મુરલીધર સોસાયટી, સુભાષનગર, રાજરાજેશ્વરી સોસાયટી, સિધ્ધાર્થનગર, મયુર એવન્યુ, સ્વામીનારાયણ ટાઉનશીપ વિગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે.

ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તાર માં બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે, તથા એ પછી ના દિવસે રૂૂટીન લગત ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે તેમ કાર્યપાલક ઈજનેર વોટર વર્કસ શાખા જામનગર મહાનગરપાલિકા ની યાદી માં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *