મહુવામાં ભંગારની લારી લઇ જવાની ના પાડતા ચોકીદારની હત્યા

આરોપીએ લારી લઇ રેસીડેન્સીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો ભાવનગર જિલ્લાના મહુવા માં ભવાની રેસિડેન્સીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર રમણીકલાલ જગડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને…

આરોપીએ લારી લઇ રેસીડેન્સીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો

ભાવનગર જિલ્લાના મહુવા માં ભવાની રેસિડેન્સીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર રમણીકલાલ જગડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી લીધી છે.

હત્યા ના આ બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ નામનો શખસ ભંગારની લારી લઈને મહુવાની ભવાની રેસિડેન્સીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે ફરજ પર તહેનાત સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈ ઉં. વ.68 તેને સોસાયટીની અંદર જવાની ના પાડી હતી. સોસાયટીમાં પ્રવેશ ન મળતા ગૌરાંગે સિક્યુરિટી ગાર્ડ પ્રત્યે અદાવત રાખી હતી. આ જ બાબતની દાઝ રાખીને તેણે રાજેન્દ્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ગુનો નોંધી આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં આરોપી ગૌરાંગની પૂછપરછ કરતા તેમણે કબુલાત આપી હતી કે, મૃતક સાથે અગાઉ પણ પોતાની ભંગારની લારી સોસાયટીમાં લઇ જવા મામલે માથાકૂટ થઇ હતી. જો કે, આ મામલે હાલ મહુવા ટાઉન પોલીસના સ્ટાફે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *