20 માર્ચથી અફઘાનિસ્તાન-શ્રીલંકા વનડે સિરિઝ શરૂ થનાર છે
ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધથી આક્રમક બનેલા ઈરાને મિડલ ઈસ્ટની ઊંઘ હરામ કરી નાખી છે, જેને લઈ ઈરાન હવે અમેરિકાના લશ્કરી ઠેકાણા પર હુમલા કરી રહ્યું છે. ઈરાને યુએઈના પાટનગર દુબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત મુખ્ય જગ્યાઓને નિશાન બનાવી હતી. દુબઈમાં ક્રિકેટ પણ વધુ રમાય છે, ત્યારે સવાલ ઊભો થયો છે કે ઈઝરાયલ-યુએસ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી યુએઈની ક્રિકેટને કેટલું નુકસાન થઈ શકે છે.
આરબ રાષ્ટ્રોમાં સૌથી વધુ યુએઈમાં વધુ ક્રિકેટ રમાય છે. યુએઈમાં માર્ચ મહિનામાં કેટલી રમાવવાની છે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝનો સમાવેશ થાય છે. ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાડવામાં આવશે. આ તમામ મેચ 20 માર્ચથી 25 માર્ચની વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. પહેલી મેચ 20મી માર્ચ, બીજી 22 માર્ચ અને ત્રીજી 25મી માર્ચના રમાશે.
હવે સવાલ એ થાય છે કે જ્યારે મિડલ ઈસ્ટમાં ધમાકાથી સ્થાનિકોની ઊંઘ હરામ છે. મિસાઈલ અને ડ્રોન એટેકથી પ્રશાસન પણ પરેશાન છે. એટલે સુધી વધતા જોખમોને ધ્યાનમાં રાખીને મોટા ભાગના દેશોએ પોતાની એરસ્પેસ બંધ રાખી છે, ત્યારે સવાલ થાય છે કે આ સંજોગોમાં યુએઈમાં ક્રિકેટ રમાડવાનું કેટલું શક્ય છે.
અત્યાર સુધીમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી ક્રિકેટ સિરીઝ કેન્સલ થવાની શકયતા છે, પરંતુ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. હાલના સંજોગોમાં ઈરાન-ઈઝરાયલ/યુએસઈ વચ્ચેના યુદ્ધ અટકે એ લાગતું નથી. જો આ યુદ્ધ વધુ લાંબુ ચાલ્યું તો કેન્સલ કરવાની શક્યતા નકારી શકાય નહીં. આ યુદ્ધ વધારે ચાલ્યું તો ખાડી દેશોની સાથે સાથે દુનિયાભરમાં ચાલી રહેલી રમતગમતના સેક્ટર પર ગંભીર અસર પડી શકે છે.
