જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફને સૂચન કરેલ
ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપતી વાંકાનેર સીટી/તાલુકા પોલીસ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સાહેબ નાઓએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય માર્ગદર્શન હેઠળ અમે પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સપેક્ટર વી.બી.પટેલ વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના સુપરવિઝન હેઠળ વાંકાનેર સીટી/તાલુકા.પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી/તાલુકા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ હંસાબેન દેવજીભાઇ પાપોદરા તથા પો.કોન્સ જગદીશભાઈ રમેશભાઇ રંગપરાનાઓએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી CEIR મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી નીચે મુજબ ના કુલ-22 જેટલા આશરે 3,72,128/- ની કિંમતના મોબાઇલો પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે.એ સુત્ર વાંકાનેર સીટી/તાલુકા પોલીસ એ સાર્થક કરેલ છે.
