નાનામવા રોડ પર પખવાડિયા પહેલા નોકરીએ આવેલી સગીરા પર વેઈટરે દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટ શહેરના નાનમવા રોડ પર આવેલી એક જાણીતી હોટલમાં માનવતા અને કાયદાને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હોટલમાં કામ કરતી માત્ર…

રાજકોટ શહેરના નાનમવા રોડ પર આવેલી એક જાણીતી હોટલમાં માનવતા અને કાયદાને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હોટલમાં કામ કરતી માત્ર 17 વર્ષની સગીરાને એકલી જોઈ, હોટલના જ એક વેઈટરે તેની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ તાલુકા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને 36 વર્ષીય આરોપી વેઈટરની અટકાયત કરી લીધી છે. ભોગ બનનાર સગીરા માત્ર 15 દિવસ પહેલા જ આ હોટલમાં નોકરીએ જોડાઈ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી સત્તાવાર વિગતો મુજબ, ભોગ બનનાર સગીરા મૂળ નેપાળની રહેવાસી છે અને રોજગારની શોધમાં રાજકોટ આવી હતી. તે હોટલના પાછળના ભાગે આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં પોતાની બહેનપણી સાથે રહેતી હતી અને હોટલમાં જ નોકરી કરતી હતી. બુધવારે બપોરે જ્યારે સગીરા પોતાના રૂૂમમાં એકલી હતી, ત્યારે આ તકનો લાભ ઉઠાવી હોટલનો 36 વર્ષીય વેઈટર રૂૂમ સાફ કરવાના બહાને અંદર ઘૂસી ગયો હતો. અંદર ગયા બાદ તેણે પોતાની દાનત બગાડી હતી અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ કમકમાટીભરી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાથી અત્યંત સ્તબ્ધ અને ભયભીત બનેલી સગીરાએ શરૂૂઆતમાં કોઈને કંઈ ન કહેવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાની બહેનપણીને માત્ર માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ મનમાં રહેલી પીડા અને ડરને કારણે તે વધુ સમય મૌન રહી શકી નહોતી. આખરે તેણે હિંમત એકઠી કરી પોતાની બહેનપણીને સમગ્ર હકીકત જણાવી હતી. આ ગંભીર બાબતની જાણ થતા જ બંને યુવતીઓ રાજકોટ તાલુકા પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે પણ મામલાની સંવેદનશીલતા સમજીને ખૂબ જ શાંતિપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં સગીરાએ તેની સાથે થયેલા દુષ્કર્મની તમામ વિગતો પોલીસ સમક્ષ રજૂ કરી હતી.

સગીરાની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપી નેપાળી શખ્સ યોગેન્દ્ર બુઢાતરની ધરપકડ કરી લીધી છે અને તેની વધુ પૂછપરછ શરૂૂ કરી છે. આ ઘટનાએ હોટલના મેનેજમેન્ટ અને સંચાલકો સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. આ બનાવ બાદ હોટલમાં કામ કરતી મહિલાઓ અને ખાસ કરીને સગીરાઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *