SIRની અસર: રાજકોટ મનપાનું 51.59 ટકા મતદાન, આવતીકાલે પરિણામ
આશરે 60 હજાર મતનું ગાબડું, કોનું ગણિત બગાડશે ? ગરમીનો તાપ તો ઠીક, મતદાનની ટકાવારી રાજકીય પક્ષોને દઝાડશે?
અનેક વોર્ડમાં પક્ષના કાર્યકરો વચ્ચે બબાલ: ઇવીએમ બગડવાની ઘટનાએ મતદારોનું તોડયું મોરલ
વોર્ડ નંબર 15માં કોંગી ઉમેદવારની અટકાયત થતા જ મતદાન જેટ ગતિએ વધ્યું , 68.39 ટકા મતદાન નોંધાયું જ્યારે સૌથી ઓછું વોર્ડ એકમાં 43.11 ટકા મતદાન
મહાનગરપાલિકા ના 18 બુથની 72 બેઠકો પર જે ચૂંટણી જંગ જામ્યો તે અંતર્ગત ગઈકાલે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અને 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે અને 51.59 ટકા મતદાન થયું હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે. ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં કુલ 5.04 લાખ લોકોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાંથી 55.87 ટકા પુરુષ તથા 46.15 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું હોવાનો આંકડો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
સરની કામગીરીમાં જે મતદારોના નામ કપાયા તેની અસર સીધી જ મતદાન ઉપર પણ પડી છે. તો જે ચૂંટણી પંચ દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યો છે તેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 15 માં 68.39% થયું છે. પ્રવીણ સોરાણીનો વિરોધ અને ભાજપ તરફી મતદાન કરાવવાની સાથે ઉમેદવાર મકબુલ દાવદાણીને પકડી પાડવામાં આવ્યા તે બાદ રોકેટ ગતીએ વોર્ડમાં મતદાન વધ્યું.
રાજકીય વર્તુળોમાં જે ચર્ચાએ જોર પકડ્યું છે તેમાં સૌથી વધુ મતદાન જે વોર્ડ 15માં થયું છે તેનો ફાયદો કોંગ્રેસને મળશે તેવું મનાઈ રહ્યું છે. બીજી તરફ સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર એકમાં 43.11 ટકા થયેલું છે તેની પાછળના અનેકવિધ કારણો સામે આવી રહ્યા છે. 236 ઉમેદવારો માટે કુલ 9.85 લાખથી વધુ મતદારો નોંધાયા હતા જેમાંથી 5.04 લાખ મતદારોએ પોતાનો મતદાન કર્યું છે અને હવે આવતીકાલે જ્યારે મત પેટીઓ અને ઇવીએમ ખુલશે ત્યારે માલુમ પડશે કે કયો ઉમેદવાર સત્તા ભોગવશે અને કઈ પાર્ટી સત્તા પર આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેકવિધ બુથ પર ઇવીએમ મશીન ખોરવાયા હતા. અને પરિણામ સ્વરૂૂપે મતદારોને લાંબી લાઈનોમાં પણ ઉભું રહેવું પડ્યું હતું. તો બીજી તરફ રાજકીય પક્ષોના આગેવાનો વચ્ચે પણ અનેકવિધ બાબતે ઘર્ષણ જોવા મળ્યું હતું. એકંદરે રાજકોટમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું પરંતુ વોર્ડ નંબર 14માં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી.
7 બેલેટ યુનિટ ખોટવાયા , મતદારો થયા પરેશાન
વહીવટી તંત્રને ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી લેવામાં આવી હતી પરંતુ ગઈકાલના મતદાનમાં સાત જેટલા બેલેટ યુનિટ ખોટવાયા હતા જેનાથી મતદાનને પણ ક્યાંક ને ક્યાંક અસર પહોંચી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. ક્યાંક રાજકીય પક્ષો વચ્ચે પણ બગડાતી બોલી હતી પરંતુ સમય સૂચકતા ને ધ્યાને રાખી પોલીસે તે તમામ ઘટનાઓને શાંત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે જ અરસામાં સાત જેટલા બેલેટ યુનિટ ક્ષિતિગ્રસ્ત થયા હતા અને તેના પરિણામ સ્વરૂૂપે મતદાનને પણ ઘણી અસર પહોંચી હતી ઘણા ખરા બૂથમાં લાંબી લાઈનો પણ લાગી ગઈ હતી અને સમયસર નવું મશીન ન આવે ત્યાં સુધી લોકો મતદાન પણ કરી શક્યા ન હતા.
સરની કામગીરીથી મતદાનની ટકાવારી પર સીધી જ અસર
રાજકોટ મહાનગર માટે કુલ 51.59 ટકા મતદાન થયું હોવાનું હાલ જાણવા મળ્યું છે જે ગત વર્ષે 50.72% નોંધાયું હતું આમ એક રીતે મતદાનની ટકાવારી વધી છે પરંતુ મતદાર સુધારણા યાદીમાં જે એક લાખ મતદારો કપાયા તો સરેરાશ ઓછું મતદાન થયું હોવાનું પણ જાણકાર વર્તુળો કઈ રહ્યા છે. એટલું જ નહીં ગત મહાનગરપાલિકાની ચૂંટણીની સરખામણી કરવામાં આવે તો આશરે 60 હજાર મત ઓછા પડ્યા છે.
દરેક વોર્ડમાં ક્રોસ વોટિંગની ચર્ચા
ભાજપથી નાખુશ મતદારોએ દરેક વોર્ડમાં ક્રોસ વોટીંગ કર્યું છે અને તેની સીધી જ અસર મતદાન ઉપર પણ જોવા મળશે ત્યારે ક્રોસ વોટીગ કોને દઝાડશે તે કાલે માલુમ પડશે. રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ક્રોસ વોટીંગના કારણે પેનલ પણ તૂટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વોર્ડ નંબર ચારમાં 64 ટકા મતદાન નોંધાયું છે ત્યારે તેમાં પણ સૌથી વધુ ક્રોસ વોટીંગ થયાની વાત સામે આવી છે.
સત્તા કોઈપણને, કપાશે લીડ
મહાનગરપાલિકા માં જે મતદાન નોંધાયું છે અને તેમાં પણ જે ક્રોસ વોટિંગ થયું છે ત્યારે એ વાત તો સ્પષ્ટ છે કે હાલ સતત કોઈપણ પક્ષી આવે પરંતુ લીડ ઉમેદવારોની ચોક્કસ કપાશે. ભાજપને વોર્ડ નંબર 1 , 4 અને 16 માં સીધી જ ટક્કર મળશે. અપેક્ષા મુજબ વોર્ડ નંબર 7 માં ઓછું મતદાન થવું તે પણ ઘણા ખરા પ્રશ્નો ઉભા કરે છે કારણ કે વોર્ડ નંબર સાત ભાજપનો અજય ગઢ છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ બેઠક તો જીતે પરંતુ જે લીડ મળવી જોઈએ તે નહીં મળે.
ક્યા વોર્ડમાં કેટલું મતદાન?
વોડ મતદાન
1. 43.11
2. 49.35
3. 53.88
4. 64.72
5. 59.41
6. 58.99
7. 48.28
8. 48.30
9. 44.25
10. 47.45
11. 47.16
12. 52.22
13. 49.28
14. 53.51
15. 68.39
16. 56.06
17. 50.38
18. 46.72
