આસામ-કેરળ અને પુડુંચેરીની 296 બેઠકો માટે મતદાન શરૂ

5.3 કરોડ મતદારો, કર્ણાટકની બે અને નાગાલેન્ડ તથા ત્રિપુરાની એક બેઠક પર પેટા ચૂંટણી ભારતીય ચૂંટણી આયોગના કડક નિરીક્ષણ હેઠળ આજે આસામ, કેરળ અને પુડુચેરીમાં…

5.3 કરોડ મતદારો, કર્ણાટકની બે અને નાગાલેન્ડ તથા ત્રિપુરાની એક બેઠક પર પેટા ચૂંટણી

ભારતીય ચૂંટણી આયોગના કડક નિરીક્ષણ હેઠળ આજે આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન શરૂૂ થયું છે. સવારે 7 વાગ્યાથી શરૂૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 296 બેઠકો માટે 5.3 કરોડથી વધુ મતદારો તદતા છે. મતગણતરી 4 મેના રોજ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની સાથે થશે. આ સાથે કર્ણાટકનો બે અને નાગાલેન્ડ ત્રિપુરાની 1 બેઠકની પેટા ચૂંટણી બાદ ચૂંટણી આયોગે સુરક્ષાના વ્યાપક પગલાં લીધા છે. વેબકાસ્ટિંગ, ડ્રોન સર્વેલન્સ, ફ્લાઇંગ સ્ક્વોડ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની મલ્ટી-લેયર્ડ તૈનાતી કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ અને પ્રથમ વખત મતદાન કરનારા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. અનેક બૂથ પર મહિલા સ્ટાફ અથવા યુવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આસામમાં 126 બેઠકો માટે 31,490 મતદાન કેન્દ્રો પર મતદાન ચાલી રહ્યું છે. આ વખતે 722 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ત્રીજી વખત સત્તા મેળવવાના પ્રયાસમાં છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષો પાછું સત્તા પર આવવાની આશા રાખે છે.
કેરળમાં 140 બેઠકો માટે 883 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્યમંત્રી પિનારાયી વિજયનના નેતૃત્વમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ત્રીજી વખત સત્તા જાળવવા માટે પ્રયત્નશીલ છે. કોંગ્રેસની આગેવાની હેઠળનું યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) વિરોધાભાસ અને સરકારી કાર્યો પર સવાલ ઉઠાવી રહ્યું છે. ભાજપની આગેવાની હેઠળનું એનડીએ પણ પોતાની હાજરી વધારવાના પ્રયાસમાં છે.

રાજ્યમાં 2.71 કરોડ મતદારો છે, જેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. ત્રિકોણીય લડતમાં પરંપરાગત LDF-UDF ધ્રુવીકરણને ભાજપ તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક વિવાદમાં કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સોભા સુરેન્દ્રન પર મતદારોને રોકડા આપવાનો આરોપ લગાવ્યો છે, જેને ભાજપે નકાર્યો છે.

પુડુચેરીમાં 30 બેઠકો માટે 1,099 મતદાન કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે. 9.5 લાખ મતદારો અહીં મત આપશે. મુખ્યમંત્રી એન. રંગસ્વામીની આગેવાની હેઠળ AINRC-ભાજપનું એનડીએ અને કોંગ્રેસ-DMKનું ગઠબંધન મુખ્ય સ્પર્ધક છે. ટીવીકે (તમિલગ વેટ્રી L$TNd)ના વિજયનું પક્ષ વાઇલ્ડ કાર્ડ તરીકે કામ કરી રહ્યો છે.
તમિલનાડુમાં 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે. અહીં DMK, AIADMK-ભાજપ અને TVK વચ્ચે ત્રિકોણીય સ્પર્ધા છે. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે, જ્યાં ઝખઈ અને ભાજપ વચ્ચે મુકાબલો છે. આ ચૂંટણીઓ રાષ્ટ્રીય રાજકારણ માટે મહત્વપૂર્ણ છે. ભાજપ આસામમાં પોતાની સત્તા જાળવવા માંગે છે, જ્યારે કેરળ અને પુડુચેરીમાં પોતાની હાજરી વધારવા માંગે છે. વિરોધ પક્ષો માટે આ ઇન્ડિયા ગઠબંધનની મજબૂતીની કસોટી છે.

આ ચૂંટણીઓમાં મહિલાઓ, યુવાનો અને વિકલાંગ મતદારોની ભાગીદારી વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતના લોકતંત્રની મજબૂતીનું આ એક મહત્વપૂર્ણ પરીક્ષણ છે. મતદાન પછીના વલણો અને પરિણામો રાષ્ટ્રીય રાજકીય સમીકરણોને પણ અસર કરશે.

મતદાન પહેલાં આસામના કોંગ્રેસી ઉમેદવારનું રાજીનામું
આસામ સહિત ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂૂ થઈ ગયું છે. આ વચ્ચે, આસામમાં કોંગ્રેસ પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. મતદાન શરૂૂ થવાના થોડા કલાકો પહેલા, ઉદલગુરી બેઠકના તેના ઉમેદવાર સુરેન દૈમારીએ પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. વધુમાં, તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે મીડિયા સમક્ષ આ જાહેરાત કરતા કહ્યું કે, “હું કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યો છું. વધુમાં, હું મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું.” એક વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ભલે સુરેન દૈમારીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય, તેમનું નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *