દિવાળી અને તહેવારોની ખરીદી શરૂૂ થાય તે પહેલાં જ ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ આગામી સમયમાં પોતાના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવાની તૈયારી કરી રહી હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, કાચા માલની વધતી કિંમત, પરિવહન ખર્ચ, વિદેશી ચલણમાં ઉતાર-ચઢાવ અને વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ફેરફારોને કારણે કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. આ વધેલા ખર્ચનો એક હિસ્સો હવે ગ્રાહકો પાસેથી વસૂલવાની તૈયારી થઈ રહી છે. કેટલીક કંપનીઓએ ભાવ વધારાની જાહેરાત કરી દીધી છે, જ્યારે અન્ય કંપનીઓ હજુ બજારની સ્થિતિ પર નજર રાખી રહી છે.
ભારતમાં દિવાળીનો સમય ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ સમય દરમિયાન લોકો નવા ટીવી, ફ્રિજ, AC , વોશિંગ મશીન અને અન્ય ઘરગથ્થુ ઉપકરણો ખરીદવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે કંપનીઓ તહેવારોની સિઝન દરમિયાન ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપીને વેચાણ વધારવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ વખતે કંપનીઓ સામે એક અલગ પડકાર છે. ઉત્પાદન માટે જરૂૂરી કેટલાક મુખ્ય કાચા માલના ભાવમાં વધારો થયો છે.
તાંબુ, એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક અને ક્રૂડ ઓઈલ જેવી કોમોડિટીના ભાવમાં વધારો થવાથી ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ બનાવવાનો ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત માલને ફેક્ટરીથી ડિસ્ટ્રિબ્યુટર અને ડીલર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ કંપનીઓ માટે મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફેરફાર અને કરન્સી મૂવમેન્ટને કારણે પણ આયાતી કાચા માલ અને પાર્ટ્સનો ખર્ચ વધી શકે છે.
રિપોર્ટ્સ મુજબ, એર કન્ડિશનરની કિંમતોમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. કેટલીક કંપનીઓ AC ના ભાવમાં લગભગ 5થી 8 ટકા સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહી છે. AC ના ઉત્પાદન દરમિયાન તાંબાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ખાસ કરીને કોપર ટ્યુબ અને અન્ય ઘટકો માટે તાંબું મહત્વનું મટિરિયલ છે.
તેથી તાંબાની કિંમત વધે ત્યારે AC ના ઉત્પાદન ખર્ચ પર તેની સીધી અસર પડે છે. જોકે, વાસ્તવિક વધારો દરેક કંપની અને મોડલ પ્રમાણે અલગ હોઈ શકે છે. પ્રીમિયમ મોડલ, ઇન્વર્ટર AC અને અલગ ક્ષમતાવાળા મોડલમાં કિંમતની અસર પણ જુદી હોઈ શકે છે.
ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ઉદ્યોગ માટે આ સ્થિતિ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે કંપનીઓ તરફથી ભાવ વધારાની પ્રક્રિયા એકથી વધુ વખત જોવા મળી છે. કંપનીઓનું કહેવું છે કે અગાઉ કરવામાં આવેલા ભાવ સુધારા બાદ પણ કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. પરિણામે ફરી એકવાર કિંમતોમાં ફેરફાર કરવાની જરૂૂરિયાત ઊભી થઈ છે. Haier India દ્વારા AC ના ભાવમાં લગભગ 5 ટકાનો વધારો કરવાની તૈયારી અંગે માહિતી સામે આવી છે. આ ફેરફાર 1 ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે.
કેટલીક કંપનીઓ ભાવ વધારો કરી ચૂકી છે
કેટલીક મોટી કંપનીઓ પહેલેથી જ પોતાના ઉત્પાદનોના ભાવમાં વધારો કરી ચૂકી છે. Blue Star તરફથી અઈ અને ડીપ ફ્રીઝર જેવી કેટેગરીમાં ભાવ વધારવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કોમોડિટીની કિંમતોમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચ પર દબાણ વધ્યું છે. કેટલાક અન્ય મોટા ઉત્પાદકો જેમ કેGodrej Appliances, Haier, Daikin અનેSuper Plastronics તરફથી પણ વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં ભાવ વધારાના પગલાં લેવામાં આવ્યા છે.
