તોખાર તેજી બાદ વિશ્ર્વભરના એશિયન બજારોમાં પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ પટકાયો

બિટકોઈન ત્રણ સપ્તાહની સૌથી મોટી તેજી સાથે 72841ના સ્તરે ગઈકાલે શેર બજારમાં 3000 પોઇન્ટનો ઉછાળો આવ્યા બાદ આજે શેર બજારમાં સવારના સત્રમાં 700 પોઇન્ટનો કડાકો…

બિટકોઈન ત્રણ સપ્તાહની સૌથી મોટી તેજી સાથે 72841ના સ્તરે

ગઈકાલે શેર બજારમાં 3000 પોઇન્ટનો ઉછાળો આવ્યા બાદ આજે શેર બજારમાં સવારના સત્રમાં 700 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. યુદ્ધ વિરામની જાહેરાતના પગલે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના શેર બજાર ઉચકાયા હતા. પરંતુ આજે ભારતીય શેર બજારમાં સવારથી જ પ્રોફિટ બુકિંગ જોવા મળતા એક સમયે સેન્સેક્સ 700 પોઈન્ટ નીચે સળકી ગયો હતો જ્યારે નિફ્ટી પણ 190 પોઇન્ટ નીચે જોવા મળી હતી. જોકે યુદ્ધ વિરામની જાહેરાત બાદ તે જ જોવા મળી હતી અને ત્રણ સપ્તાહના સૌથી ઊંચા ક્રમાંક પર પહોંચી હતી.

ગઈકાલે રોકાણકારોને ઘણા સમય પછી લાભ થયા બાદ આજે માર્કેટમાં શરૂૂઆતથી જ વેચવાલીનું જોર રહ્યું હતું. એક સમયે સેન્સેક્સ 76,624 સુધી પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટી 23,759 સુધી નીચે જોવા મળી હતી તો બીજી બાજુ ગઈકાલે બેંક નિફ્ટીમાં શાનદાર તેજી બાદ આજે બેંક નિફ્ટી ઘટીને 55078 સુધી પહોંચી હતી. મીડ કેપ નિફ્ટી 56341 સુધી જોવા મળી હતી.

હાલ સેન્સેક્સ 700 પોઈન્ટ અને નિફ્ટી 170 પોઇન્ટ નીચે જોવા મળી રહી છે. ભારતની સાથે ચીન હોંગકોંગ કોરિયા જાપાન ના શેર બજાર પણ આજે નીચે જોવા મળી રહ્યા છે.

જોકે બીજી તરફ જોઈએ તો બીટકોઈનમાં ત્રણ અઠવાડિયાની સૌથી મોટી તેજી જોવા મળી હતી.યુદ્ધ વિરામ ની જાહેરાત બાદ 5% ના વધારા સાથે 72841ની ઉચ્ચતમ સપાટીએ જોવા મળી હતી. જોકે નિષ્ણાત સલાહ આપી છે કે જો યુદ્ધ વિરામ પૂરું થશે તો બીજ કોઈન ફરી એક વખત 66000 ના લેવલ સુધી આવી શકે છે. જોકે આજે બિટકોઇનમાં કાળના ઉચ્ચતમ લેવલ થી પ્રોફેટ બુકિંગ થયું હતું.

બીજી બાજુ સોનામાં 500 રૂૂપિયા અને ચાંદીમાં 3000 રૂૂપિયા નો ઘટાડો નોંધાયો છે વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,37,000 અને સોનાનો ભાવ ₹1,51,300 જોવા મળી રહ્યો છે. રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,54,050 અને ચાંદીનો ભાવ ₹2,44,690 જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *