વીરપુરની નૈત્રી આચાર્ય રાજ્ય કક્ષાની કથ્થક નૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાને

સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની મોંઘીબા સ્કૂલમાં અભ્યાસ કરતી અને નટવરી નૃત્ય માલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ રાજકોટ માં કથક નૃત્યના શ્રેષ્ઠ અભ્યાસ દ્વારા તૈયાર થયેલ વીરપુરની વિધાર્થીની…

સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની મોંઘીબા સ્કૂલમાં અભ્યાસ કરતી અને નટવરી નૃત્ય માલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ રાજકોટ માં કથક નૃત્યના શ્રેષ્ઠ અભ્યાસ દ્વારા તૈયાર થયેલ વીરપુરની વિધાર્થીની નૈત્રી રાજેશભાઈ આચાર્યએ રાજકોટ જિલ્લા તથા સૌરાષ્ટ્ર પ્રદેશ પછી ગુજરાત રાજ્ય કક્ષાએ પણ કથ્થક નૃત્યમાં દ્વિતીય નંબરની સિદ્ધિ હાંસલ કરી હતી. આ અગાઉ પણ નૈત્રી આચાર્યએ જિલ્લા કક્ષાએ તેમજ પ્રદેશકક્ષાએ કથ્થક નૃત્યમાં નંબર મેળવી વીરપુરનું ગૌરવ વધાર્યુ હતું.

ત્યારબાદ હવે સુરત ખાતે તાજેતરમાં યોજાયેલ ગુજરાત રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં નૈત્રી રાજેશભાઈ આચાર્યએ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં દ્વિતીય નંબર મેળવીને મોંઘીબા સ્કુલ તેમજ પોતાના ગુરુ ડો.હર્ષાબેન ઠક્કર,નેહલબેન ઠક્કર તથા પલનાબેન ઠક્કર, અને આચાર્ય પરિવાર સાથે શાળા પરિવાર-શાળાના આચાર્ય, તથા સમસ્ત બ્રહ્મ સમાજ અને વીરપુર ગામનું ગૌરવ વધારેલ છે. તેમજ આ પહેલાની પ્રદેશ કક્ષાની પ્રત્યોગિતાં માં નંબર મેળવ્યા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા તથા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના વરદહસ્તે શિલ્ડ પણ એનાયત કરીને સન્માનિત કરવામા આવ્યું હતું, જેમને લઈને મોંઘીબા સ્કૂલ તેમજ સમસ્ત વીરપુરમાં ખુબ હર્ષની લાગણી ફેલાઈ છે અને નૈત્રી આચાર્યને અભિનંદન પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *