ગાવસ્કરની ભારત-પાકિસ્તાન વન-ડે પ્લેઇંગ-11માંથી વિરાટ- રોહિત બાકાત

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ તો તમે ઘણીવાર જોઈ છે. જ્યારે આ બંને ટીમો મેદાન પર આમને-સામને હોય છે, ત્યારે લોકો…

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ તો તમે ઘણીવાર જોઈ છે. જ્યારે આ બંને ટીમો મેદાન પર આમને-સામને હોય છે, ત્યારે લોકો પોતાના તમામ કામકાજ છોડીને આ મેચ જોવા બેસી જાય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે જો ભારત અને પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓ એકસાથે મળીને રમે તો તેમની પ્લેઇંગ-11 કેવી બને? ભારતીય ટીમના પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીજ રાજા સાથે સોની ટેન ચેનલના શો ’પિટ સ્ટોપ’માં આ સવાલનો જવાબ આપ્યો છે. તેમણે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓને જોડીને એક મજબૂત પ્લેઇંગ-11 પસંદ કરી છે. સુનીલ ગાવસ્કરે પોતાની આ રોચક પ્લેઇંગ-11માં ભારત અને પાકિસ્તાનના એકથી એક ચડિયાતા દિગ્ગજ ખેલાડીઓને સ્થાન આપ્યું છે. તેમાં સચિન તેંડુલકરથી લઈને વસીમ અકરમ સુધીના નામ સામેલ છે. જોકે, તેમણે પોતાને આ પ્લેઇંગ-11થી દૂર રાખ્યા છે. સુનીલ ગાવસ્કરે પોતાની પ્લેઇંગ-11માંથી રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, શાહિદ આફ્રિદી અને શોએબ અખ્તર જેવા મોટા ખેલાડીઓને પણ બહાર રાખ્યા છે.

સુનીલ ગાવસ્કરની પ્લેઇંગ-11
વીરેન્દ્ર સેહવાગ, હનીફ મોહમ્મદ, ઝહીર અબ્બાસ, સચિન તેંડુલકર, ગુડપ્પા વિશ્વનાથ, કપિલ દેવ, ઇમરાન ખાન, સૈયદ કિરમાણી, વસીમ અકરમ, અબ્દુલ કાદિર અને ભગવત ચંદ્રશેખર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *