ICC વિમેન્સ ક્રમાંકમાં હરમનપ્રિતની છલાંગ

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાની હરમનપ્રિત કૌર મંગળવારે તાજેતરના આઈસીસી મહિલા વન-ડે ક્રિકેટ રેન્કિંગમાં બે સ્થાનના સુધારા સાથે આઠમા ક્રમે પહોંચી ગઈ હતી. જોકે,…

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાની હરમનપ્રિત કૌર મંગળવારે તાજેતરના આઈસીસી મહિલા વન-ડે ક્રિકેટ રેન્કિંગમાં બે સ્થાનના સુધારા સાથે આઠમા ક્રમે પહોંચી ગઈ હતી. જોકે, વર્તમાન કેપ્ટન સ્મૃતિ મંધાના ઝિમ્બાબ્વે સામેની તાજેતરની મેચોમાં 32 અને શૂન્ય જ બનાવી શકતા તેણે પોતાનું ટોચનું સ્થાન સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ સામે ગુમાવ્યું હતું.

આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે સામેની બીજી વન-ડેમાં હરમનપ્રિત અને ઓલરાઉન્ડર દિપ્તી શર્માએ પોતપોતાની સદી ફટકારીને ત્રણ મેચની શ્રેણીમાં પોતાની ટીમને અજેય સરસાઈ અપાવી હતી. ઉલ્લેખનીય છે કે જાપાન યોજાયેલી એશિયન ગેમ્સની ક્રિકેટ ઇવેન્ટમાં ટીમને સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ પદેથી રાજીનામું આપી દીધું હતું. આઈસીસી એ જણાવ્યું હતું કે, દિપ્તી શર્મા ચાર સ્થાનના સુધારા સાથે બેટર્સની યાદીમાં 23મા ક્રમે પહોંચી છે અને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પણ બે સ્થાન આગળ વધીને ચોથા ક્રમે આવી ગઈ છે.

બોલર્સની યાદીમાં પણ તે એક સ્થાન ઉપર વધીને આઠમા ક્રમે પહોંચી ગઈ છે. વન-ડે બેટ્રસમાં ભારતની યુવા ખેલાડી પ્રતિકા રાવલ માટે પણ નવી સર્વશ્રેષ્ઠ રેન્કિંગ (સાત સ્થાન વધીને 21મું) જોવા મળી છે, જ્યારે ઝિમ્બાબ્વેની મોડેસ્ટર મુપાચિક્વા (પાંચ સ્થાન વધીને 39મું), ચિપો મુગેરી-તિરિપાનો (ચાર સ્થાન વધીને 47મું) અને બિલવ્ડ બિઝા (16 સ્થાન વધીને 56મું) ત્રિપુટીએ પણ આ યાદીમાં સુધારો કર્યો છે. નવી યાદી મુજબ ટી20 રેન્કિંગમાં, શેફાલી વર્મા (ત્રીજા) અને મંધાના (ચોથા) એક-એક સ્થાનનો સુધારો કરીને બેટર્સની યાદીમાં ઉપર આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *