આઠ વર્ષની બાળાને ઘરમાં બોલાવી અડપલા કરતા 65 વર્ષના ડોસાને ગ્રામજનોએ મેથીપાક ચખાડયો

રાજકોટ શહેરના માલીયાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં કટલેરીની લારી ચલાવી ગુજરાન ચલાવતા 65 વર્ષીય વિનુભાઈ કરશનભાઈ કુડલા નામના વૃદ્ધ જ્યારે પોતાનો…

રાજકોટ શહેરના માલીયાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં કટલેરીની લારી ચલાવી ગુજરાન ચલાવતા 65 વર્ષીય વિનુભાઈ કરશનભાઈ કુડલા નામના વૃદ્ધ જ્યારે પોતાનો ધંધો પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે શેરીમાં રમતી એક આઠ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ભાડાના મકાનમાં લઈ ગયા હતા અને તેમની સાથે અડપલાં કરતા હતા ત્યારે આ ઘટનાને નજરે જોતા જ એક અજાણ્યો શખ્સ લાકડી લઈને ત્યાં ધસી આવ્યો હતો અને વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો. આ અજાણ્યા શખ્સે વિનુભાઈને લાકડી વડે શરીરના અલગ-અલગ ભાગો પર આડેધડ માર મારતા તેમને મુંઢ ઈજાઓ પહોંચી હતી.

આ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વૃદ્ધને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વિનુભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ છેલ્લા પાંચ વર્ષથી મગનભાઈ કુંભારના મકાનમાં ભાડેથી એકલા રહે છે અને તેમનો પરિવાર ક્યાં છે તેની તેમને જાણ નથી. કુવાડવા રોડ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 115(2) અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. હાલમાં હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા દ્વારા આ કેસની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ ઘટના રવિવાર, 19 એપ્રિલ 2026 ના રોજ બપોરે માલીયાસણ ગામમાં બની હતી. પોલીસે સાંજે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કરનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવા અને આ પાછળના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.તેમજ હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *