જામનગરમાં યુવાન પર મહિલાઓના હુમલાનો વીડિયો વાયરલ

જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓ એકત્ર થઈને તવીથા, ઝારા, હથોડી સહિતના ઓજારો વડે હુમલો કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં…

જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓ એકત્ર થઈને તવીથા, ઝારા, હથોડી સહિતના ઓજારો વડે હુમલો કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે મામલો આખરે સીટી એ. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો છે, જ્યાં ઇજાગ્રસ્ત યુવાને પોતાના પર જુની અદાલતના મનદુ:ખ ના કારણે હુમલો કરવા અંગે પોતાની પત્ની, સાસુ, પાટલા સાસુ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના બે પુત્રો સહિત સાત સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર શહેરમાં ગંભીર મારામારી અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વસીમભાઈ સુમરાએ પોતાની પત્ની તથા સાસરીયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વસીમભાઈ (ઉંમર 35) અને તેમની પત્ની શહેનાજ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે બંને અલગ રહેતા હતા.

તા. 11/04/2025ના રોજ સાંજે વસીમભાઈ એ.ટી.એમ.માં રૂૂપિયા 5000 જમા કરવા ગયા હતા, ત્યારે તેમની પત્ની શહેનાજ, સાસુ રસિદાબેન, અંજુમબેન સહિત પાંચ જેટલા લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને ઘેરીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ લાકડી, લોખંડના સાધનો તથા હાથથી માર મારી વસીમભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન ગાળો આપી અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવામાં આવ્યું હતું. તેમજ ફરિયાદ પાછી નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

બનાવ દરમ્યાન આસપાસના લોકો ભેગા થતાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વસીમભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડાબી આંખ, નાક, ખંભા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ નોંધાઈ હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અગાઉ થયેલા વિવાદોના ખાર રાખીને પૂર્વ આયોજનથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂૂ કરી છે. જેમાં શહેનાઝબેન વસીમભાઈ, રસીદાબેન ગુલઝારભાઈ, અંજુમબેન અનવરભાઈ, રાભિયાબેન સબીરભાઈ, સમીમબેન શબ્બીરભાઈ, અનવર કાસમભાઇ ખફી અને ઈકબાલ ઉર્ફે ઇકો કસમભાઈ ખફી વગેરે સામે પોલીસે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *