વેપારીએ એક લાખ નહીં આપતા મહિલા સાથેનો વીડિયો ખંડણીખોરોએ વાઈરલ કર્યો

  જામનગરના ફ્રુટના એક વેપારીએ પોતાની સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ના વિક્રેતાની દુકાનમાં એકબીજાને મોઢું અડાડીને ચોકલેટ ખાવી ભારે પડી હતી. જેનો વિડીયો વાયરલ થયો…

 

જામનગરના ફ્રુટના એક વેપારીએ પોતાની સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ના વિક્રેતાની દુકાનમાં એકબીજાને મોઢું અડાડીને ચોકલેટ ખાવી ભારે પડી હતી. જેનો વિડીયો વાયરલ થયો છે. અને મામલા પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ફ્રુટના વેપારીને બ્લેકમેઇલ કરી સૌપ્રથમ બે શખ્સોએ પચાસ હજાર રૂૂપિયા પડાવી લીધા પછી વધુ એક લાખની માંગણી કરતાં નહીં આપવાથી વિડીયો વાયરલ કર્યો હતો. પોલીસે બે શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ફ્રુટનો વેપાર કરતા ફારૂૂકભાઈ કાદર ભાઈ નામના મેમણ વેપારી કે જેઓએ પોતાની પાસેથી રૂૂપિયા 50,000 પડાવી લેવા અંગે તેમજ વધુ રૂૂપિયા એક લાખની માંગણી કરતાં તે રકમ ન આપી હોવાથી પોતાનો અને પોતાની સ્ત્રી મિત્ર નો વિડીયો વાયરલ કરી દેનાર ડ્રાય ફ્રુટ- ચોકલેટના વેપારી અબ્દુલ સતાર ઉર્ફે અબુ કાસમભાઇ લાખાણી અને તેના માણસ સમીર રાવકડા સંધિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફૂટના વેપારી અગાઉ પોતાની સ્ત્રી મિત્ર સાથે આરોપીની દિગ્વિજય પ્લોટમાં આવેલી ફાઈવ સ્ટાર નામની ચોકલેટ ની દુકાન માં ચોકલેટની ખરીદી કરવા માટે ગયા હતા, ત્યારે પોતાની સ્ત્રી મિત્ર સાથે એકબીજાને મોટુ અડાડીને ચોકલેટ ખાધી હતી, જેનો વિડીયો ફૂટેજ બનાવીને દુકાનદાર અબ્દુલ સતાર ફરિયાદીની દુકાને પહોંચ્યો હતો, અને પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બતાવી સમાજમાં બદનામ કરવાનો ડર દેખાડીને 50,000 રૂૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આઠ દિવસ પછી ફરીથી અબ્દુલ સતાર પોતાના માણસ સમીર રાવકડાને લઈને દુકાને પહોંચ્યા હતા, અને જૂનો બીજો વીડિયો પણ છે.

તે વિડીયો પણ વાયરલ ન કરવો હોય તો અમને બંનેને વધુ એક લાખ રૂૂપિયા આપવા પડશે, તેવી માંગણી કરી હતી. જેથી વેપારીએ હવે પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું. જેથી બંને આરોપીઓ ધમકી આપીને જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી દીધો હતો. તાજેતરમાં વેપારીને તેના મિત્રએ જણાવ્યું હતું કે તારો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, અને સ્ત્રી સાથે ચોકલેટ ખાય છે, તે પ્રકાર નો વિડીયો ફરે છે. જેથી આખરે વેપારી દ્વારા મામલાને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના સમગ્ર બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *