એક સમયે ગુજરાત ‘ વાપી થી તાપી’ સુધી જ ઓળખાતુ હતુ, હવે ગુજરાત ચારેય દિશામાં ‘મેન્યુફેકચરિંગ હબ’ તરીકે વિકસ્યુ: હર્ષ સંઘવી
રાજકોટ ખાતે યોજાયેલ સમિટમાં 20 વર્ષના આંકડા રજૂ કરતા ભૂપેન્દ્રભાઇ પટેલ
રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટને આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વિઝન સાથે વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂૂ કરાવીને ગુજરાતની ઉદ્યોગ સંભાવનાને વિશ્વ સમક્ષ મૂકી હતી. મહાજન, પ્રજાજન અને પ્રશાસનના પ્રયાસો તેમજ શ્રેણીબદ્ધ વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણ માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. વાઇબ્રન્ટ સમિટની છેલ્લા બે દાયકાની સફળતાના પરિણામે રાજ્યમાં છેલ્લા 20 વર્ષોમાં રૂૂ. 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે.
રાજ્યના સર્વાંગી વિકાસની ઝાંખી આપતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત આજે “ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર” (ભવિષ્ય માટેનું વૈશ્વિક દ્વાર) બન્યું છે અને પ્રગતિના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે. ઓટો સેક્ટર, સેમીક્ધડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એ.આઈ., ગ્રીન એનર્જી જેવા ઉભરતા અનેક ક્ષેત્રોમાં ગુજરાત આજે હબ બનવા તરફ જઈ રહ્યું છે. વર્ષ 2024ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 98 હજાર જેટલા એમ.ઓ.યુ. થયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તેમાંથી 25,500 એમ.ઓ.યુ. સૌરાષ્ટ્ર-કચ્છના હતા. તેમાંથી 78 ટકા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ચૂક્યા છે.
કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સ અંગે તેમણે કહ્યું હતું કે, આ પ્રદેશના 12 જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી, વર્લ્ડ ક્લાસ પોર્ટ, શિપ બિલ્ડિંગ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, કેમિકલ, ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી વગેરે જેવા ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ ધરાવે છે.
ગુજરાતમાં જિલ્લાઓ “વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ”ની સંકલ્પના સાકાર કરે તે માટે રાજ્ય સરકાર સ્ટેટ જી.ડી.પી.ની જેમ જ જિલ્લાના જી.ડી.પી.માં વૃદ્ધિનો ક્ધસેપ્ટ લાવી છે. જિલ્લાઓના વિકાસને નવી દિશા આપવા રાજ્યમાં છ રીજનલ ગ્રોથ હબ વિકસાવાઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “સોમનાથ સ્વાભિમાન પર્વ”થી જન-જનમાં આસ્થાની જ્યોત વધુ પ્રબળ બનાવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ઉદ્યમશીલતાથી આત્મનિર્ભરતાને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
હર્ષ સંઘવી
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ – સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક સમયે ઉદ્યોગ ક્ષેત્રેમાં “વાપીથી તાપી” સુધી જ ગુજરાત ઓળખાતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2003માં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ લોન્ચ કરીને ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ દિશામાં ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે. વાઈબ્રન્ટના કારણે ગુજરાતની ચારેય દિશામાં “મેન્યુફેક્ચરિંગ હબ” તરીકે અનેક સેક્ટર વિકસ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાનો શ્રૈય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આપીને સંઘવીએ જણાવ્યું હતું કે, 80 એમઓયુ સાથે શરૂૂ થયેલી આ ઇવેન્ટની સફળતાથી આજે 98,000 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ વિશે માહિતી આપતા હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, આજે 400થી વધુ એક્ઝિબિટર્સ કોન્ફરન્સ ભાગ લઈ રહ્યા છે. 16થી વધુ દેશના પ્રતિનિધિઓ રિવર્સ બાયર્સ સેલર્સ મીટમાં સહભાગી બન્યા છે. આ કોન્ફરન્સના આયોજનથી એમ.એસ.એમ.ઈ સહિતના સેક્ટરને મોટો ફાયદો થશે તેમ હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં રોકાણ માટે જરૂૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરી છે તેમ જણાવીને હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રોડ રસ્તાઓ, રેલ-પોર્ટ અને એર સહિતની સુદ્રઢ કનેક્ટિવિટી સરકારે વિકસાવી છે. પૂર્વ નિર્ધારિત ઔદ્યોગિક નીતિ, વેપારીઓને સરકાર દ્વારા સહયોગ અને સુરક્ષા વગેરે રોકાણકારો માટે ગુજરાતને શ્રેષ્ઠ બનાવે છે. વાઈબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતના લાખો યુવાનોને રોજગારી મળી રહી છે. વાઈબ્રન્ટ ગુજરાતથી અનેક લોકોને વેપારના સપનાઓ સાકાર થયા છે. ફીનટેકની દુનિયામાં ઉત્તમ શહેર તરીકે ગુજરાતના “ગિફ્ટ સિટી”નું સપનું વડાપ્રધાનના વિઝનથી સાકાર થયું છે. સ્માર્ટ સિટી ધોલેરા તેમજ સાણંદ અને બેચરાજી વગેરે શહેરોના ઔદ્યોગિક વિકાસથી એક મોટી ઈકો સિસ્ટમ ઊભી થઈ છે. વડાપ્રધાન માર્ગદર્શન હેઠળ “ઈઝ ઓફ ડૂઈંગ”ના 23 પેરામિટર પર ગુજરાત સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે તેમ જણાવીને હર્ષ સંઘવીએ વિશ્વાસ અપાવ્યો હતો કે, વડાપ્રધાનના વિકાસના વિઝનને સાકાર કરવા સમગ્ર ટીમ ગુજરાત પ્રતિબદ્ધ છે.
13 નવી સ્માર્ટ જીઆઇડીસીની જાહેરાત
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાવરકુંડલા (અમરેલી), ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લામાં 3540 એકરમાં નિર્માણ પામનારા 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરાઈ હતી. તેમજ વડાપ્રધાનના હસ્તે રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે 336 એકરમાં નવનિર્મિત મેડિકલ ડીવાઈસ પાર્કનું ઇ-લોકાર્પણ કરાયું હતું.
