રાજકોટ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસના એમઓયુ કર્યા હતાં. આ તકે આવેલા 200થી વધુ મુલાકાતીઓએ ચક્ષુદાન માટે આગળ આવી એમઓયુ (ફોર્મ ભર્યાં) કર્યાં હતાં.
જી.ટી.શેઠ આંખ હોસ્પિટલ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં આંખના નિદાન અને આંખોની કાળજી અંગે માર્ગદર્શન આપવા પ્રદર્શન હોલમાં સ્ટોલ રખાયો હતો. સ્ટોલમાં આંખ વિભાગનાં ડોક્ટર્સ અને ટીમે જહેમત ઉઠાવી હતી. કોન્ફરન્સ દરમિયાન સ્ટોલની મુલાકાતે આવેલા 320 થી વધુ મુલાકાતીઓની આંખોની ડોક્ટર્સ ટીમે તપાસણી અને નિદાન કર્યાહતા.
આ દરમિયાન 200થી વધુ મુલાકાતીઓ પોતાનાં મૃત્યુ બાદ આંખો ડોનેટ કરવા સ્થળ પર ફોર્મ ભર્યા હતા.
એચ.ઓ.ડી. ડો. કમલ ડોડીયાના માર્ગદર્શનમાં ડોક્ટર્સની ટીમ દ્વારા અંધાપાને લગતા મોતિયો, જામર, નેત્રદાન સહિત આંખોની કાળજી અંગે મુલાકાતીઓને જાગૃત કરાયા હતાં.જેમા ગાંધીનગરથી આવેલા જોઇન્ટ ડાયરેક્ટર (આંખ વિભાગ) ડો. બી.આર.પટેલ, ડો. ઉત્પલ જાની તથા પીડીયું મેડિકલ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ ગઢીયા તથા સી.ડી.એચ.ઓ. ડો. ફૂલમાલી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
આ તકે દિલ્હીથી આવેલા જોઇન્ટ ડાયરેક્ટર ડો. લલિત વાધવાએ જીટી શેઠ સરકારી આંખ હોસ્પિટલની મુલાકાત લઇ જરૂૂરી માર્ગદર્શન આપી ડોક્ટર્સ અને સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.
