લોકમેળા માટે પાંચ દિવસ રેસકોર્ષ રીંગરોડ ઉપર વાહનોને પ્રવેશબંધી

શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગમી તા 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર સુધી જન્માષ્ટમી ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે લોકમેળાને લઇ પાંચ દિવસ…

શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગમી તા 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર સુધી જન્માષ્ટમી ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે લોકમેળાને લઇ પાંચ દિવસ માટે રેસકોર્સ આસપાસના 10 રસ્તા વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે જે અંગે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 10 જેટલા રસ્તાઓ પર પ્રવેશબંધી અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 02/09/2026 થી 06/09/2026 સુધી પાંચ દિવસીય સાંસ્કૃતિક જન્માષ્ટમી ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં રાજકોટ શહેર, ગ્રામ્ય વિસ્તાર તથા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના વાહનો સાથે ઉમટી પડતા હોય છે. મેળા દરમિયાન વાહનવ્યવહાર સુચારૂૂ, સુરક્ષિત અને અકસ્માત રહિત જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અને નિયંત્રણ અંગેનું વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ આદેશો તા. 02/09/2026 થી 06/09/2026 સુધી મેળો શરૂૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ઉપરાંત રેસકોર્સ રીંગરોડની ફરતે લારી, ગલ્લા, પાથરણાં કે રેકડી રાખવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. રેસકોર્સ રીંગરોડ પર ભારે વાહનો તથા પ્રાઈવેટ લક્ઝરી બસો માટે સંપૂર્ણ પ્રવેશબંધી રહેશે. મેળાના પાસધારક વાહનો માટે રેસકોર્સ રીંગરોડ પર મહત્તમ ઝડપ 10 કિમી નક્કી કરવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, શબવાહિની અને ફરજ પરના પોલીસ/સરકારી વાહનોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મુખ્ય બંધ રસ્તાઓ અને પ્રવેશબંધી
જાહેરનામા અનુસાર, મેળા વિસ્તાર અને રેસકોર્સ રીંગરોડ આસપાસ માર્ગો પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને ‘નો-પાર્કિંગ’ જાહેર કરવામાં આવ્યું છે,જેમાં રેસકોર્સ રીંગરોડ પર જીલ્લા પંચાયત ચોક થી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂની એન.સી.સી. ચોક અને આમ્રપાલી અંડરબ્રિજ સુધીનો માર્ગ. ટ્રાફિક શાખા થી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધીનો રસ્તો. આઈ.બી. ઓફિસ થી રૂૂરલ એસ.પી. બંગલા સુધીનો રસ્તો. સુરજ-1 એપાર્ટમેન્ટ થી લોકમેળાના મુખ્ય ગેટ સુધીનો રસ્તો. ચાણક્ય બિલ્ડીંગ ચોક થી ફૂલછાબ ચોક થઈ જીલ્લા પંચાયત ચોક સુધી સંપૂર્ણ ’નો-પાર્કિંગ ઝોન’ રહેશે. વિશ્વા ચોક થી જૂની એન.સી.સી. ચોક સુધી વાહનો માટે પ્રવેશબંધી અને બંને બાજુ નો-પાર્કિંગ લાગુ રહેશે. ચૌધરી હાઈસ્કૂલ ચોક, ભીલવાસ ચોક, મહિલા અંડરબ્રિજ, આમ્રપાલી અંડરબ્રિજ, ધી સિટી સેન્ટ્રલ, એરપોર્ટ સર્કલ, જામનગર રોડ, રૂૂડા બિલ્ડીંગ અને જામટાવર ચોકથી તમામ રિક્ષાઓ તથા પેસેન્જર વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.

બંધ કરેલા રસ્તા માટે વૈકલ્પિક ખુલ્લા રસ્તાઓ
મેળા દરમિયાન સામાન્ય વાહનચાલકોની સુવિધા માટે તંત્ર દ્વારા ચોક્કસ વૈકલ્પિક માર્ગો ખુલ્લા રાખવામાં આવ્યા છે: વાહનચાલકો ચાણક્ય બિલ્ડીંગ ચોક થી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂૂડા બિલ્ડીંગ, જામનગર રોડ, સાંઢીયાપુલ થઈ એરપોર્ટ ફાટક અને ગાંધીગ્રામ તરફ જઈ શકશે. શ્રોફ રોડ થી ચાણક્ય બિલ્ડીંગ ચોક, ફૂલછાબ ચોક, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રિજ થઈ રૈયારોડ તરફ અવરજવર કરી શકાશે. રેસકોર્સ પાર્ક અને મારુતિનગર જવા માટે ટ્રાફિક શાખા, સાંઢીયાપુલ થઈ એરપોર્ટ ફાટક તરફ અથવા આમ્રપાલી અંડરબ્રિજ, મેયર બંગલાથી રેલવે પાટાની જમણી બાજુના રોડ પરથી જઈ શકાશે. પ્રાઈવેટ લક્ઝરી બસો મહિલા અંડરબ્રિજથી ટાગોર રોડ થઈને પસાર થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *