લૂઝ દૂધમાં વેજીટેબલ ફેટની મિલાલટ, નમૂના ફેઈલ

મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ લૂઝ દૂધનો લેબ રિપોર્ટ આવતાં આ દૂધમાં ફેટ વધારવા માટે વેજીટેબલ ફેટની મિલાવટ ખુલતાં નમુનો સબસ્ટાર્ન્ડડ જાહેર…

મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ લૂઝ દૂધનો લેબ રિપોર્ટ આવતાં આ દૂધમાં ફેટ વધારવા માટે વેજીટેબલ ફેટની મિલાવટ ખુલતાં નમુનો સબસ્ટાર્ન્ડડ જાહેર કરી સંચાલક વિરૂધ્ધ એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ ખાણીપીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી ત્રણ એકમોને ફુડ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી અને વધુ બે સ્થળેથી લુઝ દૂધના સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.

ફુડ વિભાગ દ્વારા ક્રિષ્ના પાણીપુરી- લાઇસન્સ બાબતે સૂચના, દેવ પાણીપુરી -લાઇસન્સ બાબતે સૂચના, ગાત્રાળ ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા જુલેલાલ કોલ્ડડ્રિંક્સ, વેદ મેડિકલ સ્ટોર, ધારેશ્વર ડેરીફામર્, મહાલક્ષ્મી ડેરીફાર્મ, હલ્દીરામ સ્વીટ્સ નમકીન, મિતાયા ગ્રોસરી સ્ટોર, અનંત ડેરીફાર્મ, ગોલ્ડન સુપરમાર્કેટ, બાલાજી ફરસાણ, આર હાઇપર માર્ટ, ક્રિષ્ના કોલ્ડડ્રિંક્સ, શ્રીનાથજી, ગણેશ અમ્રુત પાર્લર, શ્રીનાથજી ખમણ, શિવ મદ્રાસ કાફે, ગુરુનાનક ચાઇનીઝ પંજાબી, શ્રી રામવિજય ડ્રાયફ્રુટ, આશાપુરા કોલ્ડડ્રિંક્સ, સેલવાસ સાઉથ, આમદવાદ પુરી વડાપાઉં ની ચકાસણી કરવામાં આવેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે મુજબની વિગતે કુલ 3 નમૂના લેવામાં આવેલ. જેમાં 1. ફૂલ ક્રીમ મિલ્ક (લૂઝ): સ્થળ -મધુવન ડેરી ફાર્મ,ઓજસ ઔરા- દુકાન નં. 19 મટુકી પાસે, 80 ફૂટ રોડ, વાવડી, રાજકોટ. 2. ફૂલ ક્રીમ મિલ્ક (લૂઝ): સ્થળ -ઉમિયાજી ડેરી ફાર્મ, ઓજસ ઔરા- દુકાન નં. 11, મટુકી પાસે, 80 ફૂટ રોડ, વાવડી, રાજકોટ. 3. ગાયનું દૂધ (લૂઝ): સ્થળ -જય દ્વારકાધીશ ડેરી ફાર્મ, ન્યુ પરિમલ કો.ઓપ. હાઉસિંગ સોસા. દુકાન નં. 2, જનકપુરી મેઇન રોડ, રૈયા, રાજકોટ સહિતના સ્થળેથી સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *