ચોટીલાનાં વાવડી ગામના સર્વે નંબર 83 પૈકી‘ વાળી જમીનમાં આવેલ લીઝની તપાસણી પ્રાત અધિકારી સહિતની ટીમો દ્વારા કરવામાં આવતા લીઝ હોલ્ડર એ અનેક ગેરરીતિઓ કરેલ હોવાથી લીઝ પ્લાન્ટ સહિત રૂૂ. 6,87,52,500 નો મુદામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા એ તેઓની ટીમ તેમજ ચોટીલા મામલતદાર અને સુરેન્દ્રનગરની ખાણ ખનિજ વિભાગની સંયુકત ટીમ દ્વારા ચોટીલા થાન વચ્ચે આવેલ વાવડી ગામની સીમમાં લીઝ હોલ્ડર જયવંતભાઇ હકુભાઇ વાળા ની લીઝ ઉપર આકસ્મિક તપાસણી કરતા આ લીઝમાં સરકારની કોઇ5ણ જોગવાઇઓ, 5રિ5ત્રો,ઠરાવો અને કાયદા નું પાલન કરતા ન હોવાનું તેમજ અનેક ક્ષતિઓ ઘ્યાને આવેલ હતી.
તેમજ વાવડીના આજુ બાજુના સર્વે નંબર 96/પૈકી વાળી જમીનમાં ખુબ જ મોટા પાયે કોઇ5ણ પ્રકારની 5રવાનગી વગર ખોદકામ કરવામાં આવેલ તેમજ જામવાળીના સરકારી સર્વે નંબર વાળી જમીનમાં વેસ્ટ પાણીનો નિકાલ અને ખોદકામ કરવામાં આવેલ હોવાનું જોવા મળતા નાયબ કલેક્ટર એ તેઓએ મળેલ સત્તાની રૂૂએ મુદ્દામાલ સ્થળ ઉ5ર 2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર, 2 લોડર, 8 મોટા ટ્રેલર ટ્રક, 1 ટ્રેકટર, 1 જનરેટર, કંમ્પ્રેશર, 150 મે.ટન સીલીકા નો મુદામાલ મળી કુલ રૂૂ.6,87,52,500/- (અંકે રૂૂપિયા છ કરોડ સતયાશી લાખ બાવન હજાર પાનસો પુરા) નો મુદ્દામાલ સ્થળ ઉ5ર જ સીઝ કરેલ છે.
આઠ કંલાક ચાલેલી તપાસણી દરમ્યાન તંત્રવાહકોના ઘ્યાને અનેક ક્ષતિઓ ધ્યાન ઉપર આવેલ હતી જેમા લીઝવાળી જગ્યા ના કોઈ હદ નિશાન યોગ્ય નિભાવેલ નથી, લીઝ માંથી નીકળતા સ્ટોક અંગે કોઈ રજીસ્ટર નિભાવેલ નથી, લીઝમાં ઉ5યોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થ અંગેનું રજીસ્ટર નિભાવેલ નથી, લીઝ અંગેના કોઈ પણ પ્રકારના રજીસ્ટરો, હિસાબો, સાધન સામગ્રી અંગેના રેકર્ડ, લીઝ માંથી નીકળતા અન્ય વધારાના વેસ્ટ માલ અંગેના રેકર્ડ નિભાવેલ નથી, લીઝની બાજુમાં વાવડી ગામની જમીન તેમજ જામવાળી ગામના સરકારી સર્વે નંબર વાળી જમીનનો અન અઘિકૃત કબજો કરી કોઇ5ણ પ્રકારની 5રવાનગી વગર ખોદકામ કરેલ છે,મજુરોની સેફટી અંગે કોઇ જ સુવિઘાઓ રાખવામાં આવેલ નથી, ઉ5યોગમાં લેવામાં આવતા એક5ણ વાહનોનું સરકારશ્રીની જોગવાઇઓ મુજબ ટઝખજ માં નોંઘણી કરાવેલ નથી, કેટલુ ખનિજ લીજમાંથી કાઢવામાં આવેલ છે, કેટલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે તે અંગેનું કોઇ5ણ રેકર્ડે નિભાવવામાં આવેલ નથી,લીઝ વાળી જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ નથી. વઘુમાં સ્થળ ઉ5ર જ ખાણ ખનિજઅઘિકારી / કર્મચારીઓ દ્વારા ઓ5ન કટીંગ વાળા સ્થળે પાણી ભરેલ હોવાથી બહાર પડેલ ખનિજના ઢગલાઓની તથા લીઝ મંજુર થયેલ છે તે કેટલા વિસ્તારમાં મંજુર થયેલ છે.
તે અંગે મા5ણી કરવામાં આવેલ લીઝ ઘારકે તદન ગેરકાયદેસર રીતે વાવડી તેમજ જામવાળીની સરકારી જમીનમાં કબજો કરી ખોદકામ કરેલ હોવાથી તેઓની વિરુઘ્ઘ ધ ગુજરાત મીનેરલ (પ્રીવેન્ટીઓન ઓફ ઈલ્લેગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂૂલ્સ 2017 મુજબ વસૂલાત તેમજ લેન્ડ ગ્રેબિંગ ની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતા લીઝ ધારકોમા ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાત અધિકારી મકવાણા એ ચકાસણી કરતા સામે આવેલ ગેરરીતિઓ તેમજ લીઝ સાથે મોટા પ્રમાણમાં આજુબાજુ ની સરકારી જમીન ખોદી નખાઇ હોવાનું સામે આવતા ખાણ ખનીજ સહિતના જવાબદાર વિભાગોની ભૂમિકા સામે પણ પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. જવાબદાર વિભાગની ચૂક કે આખ આડા કાન તેવો સવાલ ઉદભવેલ છે.
