વાવડીના વેપારીની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મ

સગીરાને ઉઠાવી જનાર શખ્સની માખાવડ પાસે કારખાનામાંથી ધરપકડ રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા એક વેપારીની એક 14 વર્ષીય સગીરાનું લલચાવી-ફોસલાવીને અપહરણ કરી, તેની મરજી વિરુદ્ધ શારીરિક…

સગીરાને ઉઠાવી જનાર શખ્સની માખાવડ પાસે કારખાનામાંથી ધરપકડ

રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા એક વેપારીની એક 14 વર્ષીય સગીરાનું લલચાવી-ફોસલાવીને અપહરણ કરી, તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ગુનો નોંધી આરોપીએ માખાવડ પાસેના એક કારખાના માંથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સગીરાની ઉંમર આશરે 14 વર્ષની છે. આ કેસના આરોપી પ્રવીણકુમાર રામજીભાઈ એ વેપારીની સગીરવયની પુત્રીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો.અપહરણ કર્યા બાદ આરોપી પ્રવીણકુમાર રામજીભાઈએ સગીરાની સગીર વયનો લાભ ઉઠાવી, તેણીની ઈચ્છા કે સંમતિ વિના તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું ફરિયાદમાં ખૂલવા પામ્યું છે. આ ઘટના તારીખ 16/06/2026 ના રોજ રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ બની હોય પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ. આર. મેઘાણી તપાસની કમાન પોતાના હાથમાં લીધી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને માખાવડ પાસે એક કારખાના માંથી ઝડપી લીધો હતો.પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી તેમજ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરવાની તજવીજ શરૂૂ કરી દીધી છે. પીડિત સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું છે અને તેનો વિગતવાર જવાબ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સગીરા સાથેના દુષ્કર્મના ગુનામાં તમામ કાયદાકીય પાસાઓને મજબૂત કરીને આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. હાલમાં આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *