Connect with us

ગુજરાત

મનપા દ્વારા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત કરાઇ વિવિધ કામગીરી

Published

on

રોડની સઘન સાફ-સફાઇ, ફૂટપાથ ડીવાઇડર રિપિેરંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પદ્દા-ઝીબ્રા ક્રોસીંગ કરાયા


ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ તથા રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખા દ્વારા લગત કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં શહેરમાં આવેલ અન્ડરબ્રિજ/ઓવરબ્રિજની દીવાલો પર ટ્રેન અને બ્રિજના ચિત્રો દોરવામાં આવ્યા છે જે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.શહેરના ઝોન વાઈઝ મેઈન રોડ પર બાંધકામ શાખા દ્વારા ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ જેવી કામગીરી કરવામાં આવે છે. શહેરમાં આવેલ અન્ડરબ્રિજ/ઓવરબ્રિજની વોલ પર વિવિધ થીમ બેઇઝ પેઇન્ટિંગ કરવામાં આવે છે. બી.આર.ટી.એસ. રૂૂટ પર રેલીંગને પ્રાઈમર કલર કામ કરવામાં આવેલ છે.સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં સીટી બ્યુટીફીકેશન અન્વયે મેઈન રોડની સાફ- સફાઈની કામગીરી કરવામાં આવેલ છે.ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ડીવાઈડરને કલરકામ અને થર્મોપ્લાસ્ટ વડે રસ્તા પર સાઈડમાં સફેદ પટ્ટા તેમજ ઝીબ્રા ક્રોસીંગના સફેદ પટ્ટાની કામગીરી કરવામાં આવે છે.ગાર્ડન શાખા દ્વારા સીટી બ્યુટીફીકેશન અન્વયે ડીવાઈડરના છોડનું કટિંગ કામ, રોડ ડીવાઈડર સફાઈ કામ, પાણી આપવાનું કામ, ઝાડની નડતરરૂૂપ ડાળીઓના કટિંગ કામ વગેરે કરવામાં આવે છે.રોશની શાખા દ્વારા શહેરના મેઈન રોડ અને ગાર્ડનમાં રહેલ સ્ટ્રીટ લાઈટના પોલને કલરકામ કરવાની કામગીરી કરવામાં આવે છે.

ગુજરાત

ખંભાળિયામાં બન્યો હિટ એન્ડ રનનો બનાવ: પુરપાટ જતી કારની અડફેટે શ્રમિક પરિવારના બાળકનું કરુણ મોત

Published

on

By

  ખંભાળિયા નજીકના દ્વારકામાં માર્ગ પર આજરોજ સવારે હિટ એન્ડ રનના બનેલા એક બનાવમાં પ્રાંતીય શ્રમિક પરિવારના 10 વર્ષના બાળકને અડફેટે લઈ અને હેરીયર મોટરકારનો ચાલક નાસી છૂટ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

   આ સમગ્ર બનાવની વિગત એવી છે કે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે એક આસામીની વાડીમાં રહી અને મજૂરી કામ કરતા કલસિંહ માનાભાઈ નાયક (ઉ.વ. 48) ના સાત સંતાનો પૈકીનો સૌથી નાનો પુત્ર અલ્પેશ (ઉ.વ. 10) આજરોજ સવારે આશરે 9:30 વાગ્યાના સમયે ખંભાળિયા - દ્વારકા હાઈ-વે પર અત્રેથી આશરે 21 કિલોમીટર દૂર સોનારડી ગામના પાટીયા પાસેથી રોડ ક્રોસ કરી અને શિવ શક્તિ હોટલમાં જતો હતો. તે દરમિયાન આ માર્ગ પર પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 03 એન.બી. 4448 નંબરની કાળા કલરની ટાટા હેરિયર મોટરકારના ચાલકે અલ્પેશને અડફટે લીધો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે અહીંની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

   અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. અહીંની સિવિલ હોસ્પિટલમાં અલ્પેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પિતા કલસિંહ નાયકની ફરિયાદ પરથી ટાટા હેરીયર કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવે મૃતક બાળકના પરિવારજનોમાં આક્રંદની લાગણી પ્રસરાવી હતી.
Continue Reading

ગુજરાત

સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકી

Published

on

By

સાંસદે રજૂ કરેલું અનાજ કયાંથી આવ્યું?, રેશનિંગના વેપારીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાનું શરૂ


રાજકોટ કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના રજુ કરતા જ પૂરવઠાતંત્ર ઉંઘમાંથી સફાળુ જાગ્યુ છે અને આજે ગાંધીનગરથી પૂરવઠા ખાતાની ટીમ રાજકોટ દોડી આવી છે અને સડેલુ અનાજ કયાંથી આવ્યુ તેની તપાસ આદરી છે. ગાંધીનગરથી દોડી આવેલ પૂરવઠા વિભાગની ટીમે જિલ્લા પૂરવઠા અધિકારી સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ શહેરની સસ્તા અનાજની દૂકાનોમાં ચેકિંગ શરૂ કર્યુ છે. જો કે, આ સડેલુ અનાજ ગોડાઉનમાંથી જ આવ્યુ હોવાનું માનવામાં આવે છે.


મળતી વિગતો અનુસાર આજે સવારે ગાંધીનગરથી પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નિર્મલ પટેલ સહીતની અધિકારીની ટીમો રાજકોટમાં ધામા નાખ્યા હતા. રાજકોટ પુરવઠા અધિકારી સાથે બેઠક કર્યા બાદ રાજકોટ શહેરની 185 જેટલી દુકાનોની લિસ્ટ લઇ સ્થાનિક અધિકારીઓને સાથે રાખી શહેરની અલગ-અલગ સસ્તા અનાજની દુકાનોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ દુકાનોમાંથી અનાજના નમુના પણ લેવામાં આવ્યા હતા.


રાજકોટ પુરવઠા અધિકારી રાજેશ્રી વાગવાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જથ્થો આવ્યા બાદ બાદ પહેલા ગાંધીનગર ખાતે લેબોટરીમાં ટેસ્ટ કરવામાં આવે છે. અને ત્યારબાદ જ ગોડાઉનમાં જથ્થો સ્ટોર કરવામાં આવે છે. ગોડાઉનમાં આવ્યા બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા જથ્થાની તપાસ હાથ ધરવામાં આવે છે. અને ત્યારબાદ જ દુકાનદારોને જથ્થાનું વિતરણ કરવામાં આવે છે. જથ્થો શંકાસ્પદ દેખાય તો ગાંધીનગરથી રિજકેટ કરવામાં આવે છે. પરંતુ નબળી ગુણવત્તાનો જથ્થો ક્યાંથી આવ્યો છે? તે તપાસમાં વિષય છે. અમારી ટીમ પણ તપાસ કરી રહી છે. આજે ગાંધીનગરથી ટીમ પણ આવી છે તે પણ અલગ અલગ દુકાનોની તપાસ કરશો અને નમૂના લેશે. સ્થાનિક અધિકારીઓનો રિપોર્ટ આવ્યા બાદ કલેક્ટરને સોંપવામાં આવશે.


રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં દુકાનદારોની મનમાની, રેશનકાર્ડ ધારકોની ફરિયાદો, નબળી ગુણવત્તાનો અનાજ સહિતની ફરિયાદોને ધ્યાનમાં લઇ રાજકોટ શહેર અને જિલ્લા ના 40થી વધુ દુકાનદારોને નોટિસ પણ આપવામાં આવી છે. અને તેઓને બોલાવવામાં પણ આવ્યા છે. પુરવઠા વિભાગ દ્વારા સતત દુકાનોની તપાસો પણ હાથ ધરવામાં આવતી હોય છે.

સાંસદે રજૂ કરેલી દાળમાં કાળું?
તો બીજી બાજુ રાજ્યસભાના સાંસદ રામ મોકારિયા દ્વારા જે તુવેર દાળ આપવામાં આવી છે. તે દાળ તેલ વગરની દાળ હોવાનું સામે આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી રાશનકાર્ડ ધારકોને તેલવાળી તુવેર દાળ આપવામાં આવે છે. ત્યારે તે પણ તપાસ વિષય બન્યો છે કે તેલ વગરની દાળ ક્યાંથી આવી છે અને કોણે આપી છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે.

Continue Reading

ગુજરાત

એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન

Published

on

By

સીએનજી આધારિત ભઠ્ઠીના કામમાં કાચું કપાયું, સ્ટીલના બદલે લોખંડની પેટી બનાવી હોવાનો તજજ્ઞોનો અભિપ્રાય

દોઢ કલાકમાં અગ્નિદાહની વિધિ સંપન્ન થાય તેના બદલે સાત કલાકના સમય મુજબનું ઈન્ફાસ્ટ્રક્ચર ધાબડી દેવાયું

મહાનગરપાલિકાના અનુભવી અને બુદ્ધીશાળી અધિકારીઓ અન્ય શહેરોમાં ચાલતા પ્રોજેક્ટો જોઈને અથવા મનપાને નુક્શાની ઓછી થતી હોય તેવા પ્રોજેક્ટો વગર વિચારીએ તૈયાર કરી કામ શરૂ કરાવી દેતા હોય છે. જેના લીધે લોકોને મુસ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવું હાલમાં ચાલતા ત્રણ સ્મશાનની ભઠ્ઠીના કામમાં બનવા પામ્યું છે.


સીએનજી આધારિત અગ્નિદાહ માટેની ભઠ્ઠી તૈયાર કરવાનું કામ ત્રણ સ્મશાન ખાતે ચાલી રહ્યું છે. પરંતુ આ ભઠ્ઠીમાં એક અગ્નિદાનમાં સાત કલાકનો સમય લાગતો હોય મોટી સમસ્યા ઉભી થયાની જાણ થતાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે હાલ ત્રણેય સ્મશાનોનું ભઠ્ઠીનું કામ બંધ કરાવી પેમેન્ટ અટકાવી એજન્સીઓને આજે કોર્પોરેશન ખાતે બોલાવવામાં આવ્યા છે અને નિયમ મુજબ દોઢકલાકમાં અગ્નિદાહ ક્રિયા સંપન્ન થઈ જાય તે મુજબની ભઠ્ઠી બનાવવાની સૂચના અપાશે તેમ સ્ટેન્ડીંગ ચેરમેને જણાવ્યું હતું.


સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, હાલ મોટા મૌવા, રામનાથપરા અને કોઠારિયા ખાતેના ત્રણ સ્મશાનોમાં સીએનજી આધારિત ભઠ્ઠીઓનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.


સરકાર દ્વારા સીએનજી ગેસ ફ્રીમાં આપવામાં આવશે. જેના લીધે અગ્નિદાન સમયે થતી વિજળીની ખપતમાં ભારેબચત આથી શહેરના તમામ સ્મશાનો સીએનજી આધારિત કરવાનો નિર્ણય લઈ પ્રથમ ત્રણ સ્મશાનોની ભઠ્ઠી માટે બે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. હાલ મોટામૌવા સ્મશાન ખાતે ભઠ્ઠીનું કામ પૂર્ણતાના આરે છે. પરંતુ તજજ્ઞોના જણાવ્યા મુજબ લોખંડના સ્ટ્રક્ચરની બનાવેલ આ ભઠ્ઠીમાં એક અગ્નિદાન માટે સાત કલાક જેટલો ભારે સમય લાગશે જેના લીધે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. નિયમ મુજબ એક અગ્નિદાનમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હોય છે.

જેની સામે ચારગણો સમય લાગવાનું કારણ શું જેની તપાસ કરતા માલુમ પડેલ કે, એજન્સી દ્વારા સુચવવામાં આવેલ લોખંડનું બોક્સ તેમજ લોખંડના ખાટલાને સીએનજી આધારીત ગરમ થતાં જ દોઢથી બે કલાકનો સમય લાગી રહ્યો છે. જેના લીધે અગ્નિદાનનો સમય સાત કલાક થઈ જાય છે. જેની સામે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે તો રાબેતા મુજબ દોઢથી બે કલાકમાં અગ્નિદાનની ક્રિયા પૂર્ણ થઈ જાય તેમ છે. આથી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે બન્ને એજન્સીઓને આજે કોર્પોરેશન ખાતે બોલાવેલ છે.


સ્ટેન્ડીંગ ચેરમેને વધુમાં જણાવેલ કે, હાલમાં ફીટ થઈ રહેલ લોખંડના ઈન્ફાસ્ટ્રક્ચરના સ્થાને સ્ટીલનું ઈન્ફાસ્ટ્રકચર કરવામાં આવે તો એજન્સીને સસ્તામાં પરવડે તેમ છે. તેના માટે વધારાનો કોઈ ખર્ચ કરવો પડે તેમ નથી. આથી બન્ને એજન્સીઓને સમજાવીને હવે ત્રણેય સ્મશાન ખાતે લોખંડના બદલે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સૂચના આપવામાં આવશે. આ સીએનજી આધારીત સ્મશાનના ભઠ્ઠીના કામ માટે ટેન્ડર મંજુર કરવામાં આવેલ જેમાં અધિકારીઓના બિન અનુભવના કારણે કાચુ કપાયાની ચર્ચા પણ જાગેલ છતાં સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા આજે લોકોના હિત માટે એજન્સીઓનું કામ અટકાવી તેમજ તેમના બીલ અટકાવી નવેસરથી કામ કરવાનો નિર્ણય લીધો છે.

દેખાદેખીમાં વગર અનુભવે કરોડોનું આંધણ
મહાનગરપાલિકાના અધિકારીઓ અન્ય શહેરો તેમજ વિદેશોમાં જઈને નવી નવી ટેક્નિકો શીખી આવે છે. જેની અમલવારી રાજકોટના પ્રોજેક્ટમાં કરવામાં આવી રહી છે. અમુક પ્રોજેક્ટમાં પ્રજા અને તંત્રને ફાયદો થાય છે પરંતુ બિન અનુભવના કારણે અમુક પ્રોજેક્ટોનું બાળમરણ પણ થઈ રહ્યુ ંછે. આ પ્રકારના અનેક પ્રોજેક્ટો કે જે અન્ય જગ્યાએથી જોઈને તૈયાર કરવામાં આવ્યા હોય તેનું કામ તે વિષયના તજજ્ઞો અને કોન્ટ્રાક્ટરોને આપવામાં ન આવતા લોકોના કરોડો રૂપિયાનું આંધણ પણ ભવિષ્યમાં થયું છે. તેવી ચર્ચા આજના સ્મશાનના કામ ઉપરથી લોકોમાં ચર્ચાઈ રહી છે.

Continue Reading
ગુજરાત3 hours ago

ખંભાળિયામાં બન્યો હિટ એન્ડ રનનો બનાવ: પુરપાટ જતી કારની અડફેટે શ્રમિક પરિવારના બાળકનું કરુણ મોત

આંતરરાષ્ટ્રીય4 hours ago

વરસાદી રણ, કોફીનો ગઢ અને માર્શલ આર્ટનું ઘર, જાણો બ્રાઝિલના આ 10 આશ્ચર્યજનક ગુણો

ગુજરાત4 hours ago

સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકી

Sports4 hours ago

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે

રાષ્ટ્રીય4 hours ago

કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ વધી

ગુજરાત4 hours ago

એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન

રાષ્ટ્રીય5 hours ago

‘આપ’માંથી રાજીનામું આપનારા મંત્રી ગેહલોત ભાજપમાં જોડાયા

રાષ્ટ્રીય5 hours ago

બુધ-ગુરૂવારે નિયમિત સુનાવણીના કેસોનું લિસ્ટિંગ નહીં થાય

ગુજરાત5 hours ago

પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ

રાષ્ટ્રીય5 hours ago

ભાજપનો નવો પ્રયોગ! એમપીમાં વોટ્સએપ પ્રમુખની નિમણૂક

આંતરરાષ્ટ્રીય8 hours ago

શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?

રાષ્ટ્રીય11 hours ago

રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં મોતનું દ્રશ્ય,ગુસ્સે ભરાયેલા યુવકે કાર ચલાવી 10 સગાઓને કચડી નાખ્યા,7 ગંભીર

ગુજરાત9 hours ago

ખંભાળિયા પંથકના સી ફૂડના વેપારીની જામનગરના બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ

આંતરરાષ્ટ્રીય7 hours ago

ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગ

ગુજરાત5 hours ago

મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત

ક્રાઇમ11 hours ago

વડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા

આંતરરાષ્ટ્રીય11 hours ago

નાઈજીરિયા બાદ G20 સમિટ માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા બ્રાઝિલ,જુઓ કેવી રીતે થયું સ્વાગત

ગુજરાત5 hours ago

પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ

ક્રાઇમ5 hours ago

સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો

ગુજરાત5 hours ago

રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી

Trending