શાકમાર્કેટના થડા અને સફાઇ ચાર્જમાં વધારો કરાતા વિવિધ એસો.નો વિરોધ

મહાનગર પાલિકાની શાક માર્કેટોના થડા અને સફાઇ ચાર્જમાં તાજેતરમાં વધારો કરતા અલગ અલગ એસોસીએશન દ્વારા વધારાનો વિરોધ કરી આજરોજ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાને રજૂઆત કરી ભાવ…

મહાનગર પાલિકાની શાક માર્કેટોના થડા અને સફાઇ ચાર્જમાં તાજેતરમાં વધારો કરતા અલગ અલગ એસોસીએશન દ્વારા વધારાનો વિરોધ કરી આજરોજ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાને રજૂઆત કરી ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેમ જણાવ્યું હતું.

રાજકોટ ના વિવિધ શાકમાર્કેટ ના વેપારી આગેવાનો દ્વારા આજે વિધાનસભા 70 ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને શાકમાર્કેટ ના થડાના અને સફાઈ ચાર્જ માં થયેલ બમણા ભાવવધારા અંગે વેપારીઓ સાથે રજુઆત કરી હતી.

થડા ધારકોએ રજૂઆતમાં જણાવેલ કે રાજકોટ શહેર ની વિવિધ શાક માર્કેટ ના થડાના ભાડામાં અને સફાઈ ચાર્જ માં બમણો વધારો કરવામાં આવેલ છે. તેનાથી નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ પર સીધો અન્યાય થયો છે આથી તે નિર્ણય ને પરત ખેંચવામાં આવે જેમાં શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ ના હોદેદારો સહિતના ઉપસ્થિ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *