વૈભવ સૂર્યવંશીની હવે અસલી પરીક્ષા, ધો.10નું એડમિટ કાર્ડ જાહેર

બિહારના સમસ્તીપુરમાં આપશે પરીક્ષા બિહારના સમસ્તીપુરમાંથી એક મોટા અને રસપ્રદ સમાચાર આવી રહ્યા છે. અંડર-19 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરી ચર્ચામાં આવેલા ઊભરતા ક્રિકેટ સ્ટાર…

બિહારના સમસ્તીપુરમાં આપશે પરીક્ષા

બિહારના સમસ્તીપુરમાંથી એક મોટા અને રસપ્રદ સમાચાર આવી રહ્યા છે. અંડર-19 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરી ચર્ચામાં આવેલા ઊભરતા ક્રિકેટ સ્ટાર વૈભવ સૂર્યવંશી હવે એક નવી ચેલેન્જનો સામનો કરવા જઈ રહ્યો છે. ક્રિકેટ પીચ બાદ હવે તે પરીક્ષા હોલમાં બેસશે. વૈભવનું સીબીએસઈ દસમા બોર્ડની પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર થઈ ગયું છે. ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દેશભરમાં લોકપ્રિય થયેલા વૈભવ સૂર્યવંશી 17 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ રહેલી સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં સામેલ થઈ શકે છે.

જો કે, વૈભવના વ્યસ્ત ક્રિકેટ શિડ્યૂલને જોતા આ સ્પષ્ટ નથી થયું કે તે દરેક પેપરમાં સામેલ થઈ શકશે કે નહીં. આ સંદર્ભમાં શાળાના આચાર્ય નીલકિશોર સિન્હાએ જણાવ્યું કે, આ ખાલી અમારી શાળા માટે નહીં પણ સમગ્ર સમસ્તીપુર માટે ગર્વની વાત છે. પરીક્ષામાં કોઈ ખાસ વ્યવસ્થા નહીં હોય. વૈભવને એ જ સુવિધા મળશે જે અન્ય વિદ્યાર્થીઓને મળે છે. આપને જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશી તાજપુર પ્રખંડની એક ખાનગી શાળાના છાત્ર છે અને તેણે ત્યાંથી પરીક્ષાનું ફોર્મ ભર્યું છે. પરીક્ષા કેન્દ્ર પર લગભગ 900થી વધારે પરીક્ષાર્થી સામેલ થશે અને સુરક્ષાની જવાબદારી પ્રશાસન પાસે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *