સરકારી બેંક કર્મચારીઓ પણ જોડાતા નાણાકીય વ્યવહારોને અસર, વિમા-ટ્રાન્સપોર્ટ સંગઠનો પણ જોડાયા
કેન્દ્ર સરકાર દ્વારા જુના શ્રમધારાને પલટાવતા નવા ચાર લેબરકોડ, ખાનગીકરણ, વિદ્યુત સુધારણા બિલ, મનરેગા સહિતનાં વિવિધ કેન્દ્રની એનડીએ સરકારની નીતિઓના વિરોધમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા આજે દેશભરમાં આપેલા હડતાલના એલાનને કારણે અબજો રૂપિયાના બેન્કીંગ વ્યવહારો પોરવાયા હતાં. અને એકલા સૌરાષ્ટ્રમાં 4,000 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ઠપ્પ થઈ ગયું હતું. ગુજરાત સહિત દેશનાં વિવિધ કિસાન સંગઠનો પણ આજની હડતાલમાં જોડાયા હતાં.
બેંક યુનિયનોની આ રાષ્ટ્રીય હડતાલ દ્વારા માગીં છે કે પાંચ દિવસના સપ્તાહની અમલવારી કરવી, રાષ્ટ્રીયકૃત બેંકોને સુદ્રઢ બનાવવી, બેંકોમાં ભરતી કરવી, નવીનેશનલ પેન્શન સ્કીમ પાછી ખેંચવી, જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ અટકાવવું, બેન્કીંગ સેકટર માટે કમિટીની રચના કરવી, વીમા કંપનીઓ માટે મંજુર થયેલી 100 ટકા એફડી આઈ પરત ખેંચવા વગેરેની માંગણીઓએ આજનાં હડતાલના એલાનને આકાર આપ્યો છે. દેશનાં મોટાભાગનાં શહેરોમાં આજે સવારે પોતપોતાના કાર્યાલયો સામે યુનિયનો દ્વારા લાલઝંડા હાથમાં લઈને વિરોધ કરાયો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા ઈલેકટ્રીસીટી બિલ 2025, તથા નેશનલ ઈલેકટ્રીસિટી પોલિસી 2026 સંસદમાં રજુ થવાની સંભાવનાને ધ્યાનમાં રજુ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ફેડરેશને આ એલાન આપેલું છે. કેન્દ્ર સરકારની સંભવિત નવી વિદ્યુતનીતિને કારણે મલ્ટી લાયસન્સિંગ, ફરજિયાત સ્માર્ટ મીટર ટ્રાન્સમિશનમાં પીપીપી અને ટીબીસીબી મોડેલ્સ વગેરે કામગીરીનું આઉટ સોર્સિંગ થશે તેનો પીજીવીસીએલ કર્મચારીઓએ આક્રમક વિરોધ નોંધાયો હતો.
આ હડતાળ મુખ્યત્વે 10 જેટલા ’કેન્દ્રીય ટ્રેડ યુનિયનો’ના સંયુક્ત મંચ દ્વારા બોલાવવામાં આવી છે, જેમાં INTUC, AITUC અને SEWA જેવા મોટા અને પ્રભાવશાળી સંગઠનો સામેલ છે. મજૂર સંગઠનોનો દાવો છે કે સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ચાર ’શ્રમ સંહિતા’ (કફબજ્ઞિ ઈજ્ઞમયત) થી કામદારોના હિત જોખમાશે અને કંપનીઓ માટે કર્મચારીઓને છૂટા કરવા સરળ બની જશે. બીજી તરફ, ’સંયુક્ત કિસાન મોરચા’ (SKM) નો આરોપ છે કે અમેરિકા સાથેના વેપાર કરારથી ભારતીય ડેરી અને ખેતી ક્ષેત્રને નુકસાન થશે.
શિક્ષણ અને મુસાફરીના ક્ષેત્રે પણ આંદોલનની મિશ્ર અસર જોવા મળી હતી. કેરળ, કર્ણાટક અને ઓડિશા જેવા રાજ્યોમાં જ્યાં યુનિયનોનું પ્રભુત્વ વધુ છે, ત્યાં ’શૈક્ષણિક સંસ્થાઓ’ બંધ હતી. જ્યારે ’જાહેર પરિવહન’ ખેડૂતોની નારાજગીનું મુખ્ય કારણ ’વેપાર કરાર’ છે. કિસાન સંગઠનો ભારત અમેરિકા ડીલ અંતર્ગત ડેરી પ્રોડક્ટ્સની આયાતનો સખત વિરોધ કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે વિદેશી માલના આક્રમણથી સ્થાનિક પશુપાલકોની આજીવિકા જોખમમાં મુકાશે. આ સાથે જ ગ્રામીણ રોજગાર માટેની ’મનરેગા’ યોજનાના મજબૂતીકરણની અને બજેટ વધારવાની પણ માંગ કરવામાં આવી છે.
પેન્શનરોના આવતીકાલે ધરણાં
ફાઈનાન્સબિલ અને આઠમાં પગાર પંચના મુદ્દે ફોરમ ઓફ સિવિલિયન પેન્શનર્સ એસો.દ્વારા તા.13નાં રોજ સવારના 11 થી 1 વાગ્યા સુધી સમગ્ર રાજ્યના પેન્શનરો વતી અમદાવાદના સરદાર બાગ પાસે ધરણા કરીને પછી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.
