વૈભવ સૂર્યવંશી આ વર્ષે નહીં આપે બોર્ડની પરીક્ષા

IPLની વ્યસ્તતાના કારણે તૈયારી ન કરી શક્યા અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તોફાની ઈનિંગ રમનારા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ વર્ષે તેની ધોરણ 10ની…

IPLની વ્યસ્તતાના કારણે તૈયારી ન કરી શક્યા

અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તોફાની ઈનિંગ રમનારા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ વર્ષે તેની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નહીં આપી શકે. બિહારના તાજપુરના રહેનારા વૈભવને 17 ફેબ્રુઆરી થી 11 માર્ચ સુધી બિહાર બોર્ડની પરીક્ષામાં બેસવાનું હતુ, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને આગામી IPLની વ્યસ્તતાઓના કારણે તે પરીક્ષાની પૂરતી તૈયારી નથી કરી શક્યો. વૈભવના કોચ મનિષ ઓઝાએ સ્પષ્ટ કર્યુ, વૈભવ 10માની પરીક્ષા નહીં આપે, તે હાલ નાગપુરમાં આગામી IPLની તૈયારી કરી રહ્યો છે. તેમણે પ્રી-સીઝન કેંપ માટે રાજસ્થાન રોયલ્સ જોઈન કરી લીધી છે.

ઉલ્લેખનિય છે કે IPL 2026 ની શરૂૂઆત 26 માર્ચ થી થવાની છે અને રાજસ્થાન રોયલ્સની ટીમમાં વૈભવ એક મુખ્ય ખેલાડીના રૂૂપે જોવામાં આવી રહ્યો છે.સ્કૂલ પ્રશાસનના જણાવ્યા અનુસાર વૈભવના પરીક્ષા ફોર્મ પણ ભરાઈ ચુક્યા છે અને તેનુ એડમિટ કાર્ડ પણ જારી કરી દેવાયુ હતુ. તેમનુ પરીક્ષા કેન્દ્ર પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આવ્યુ છે. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ પણ તેના નિર્ણયનું સમર્થન કર્યુ છે અને તેમણે જણાવ્યુ કે તેનુ સમગ્ર ધ્યાન હાલ ક્રિકેટ પર છે. તે ટ્રેનિંગમાં વ્યસ્ત છે અને 17 ફેબ્રુઆરીથી શરૂૂ થનારી પરીક્ષામાં તે નહીં આપી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *